તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કડોદરા પોલિસે બાતમી આધારે ચલથાણ બસ સ્ટેન્ડ નજીકથી બે યુવાનોને મોટરસાઇકલ સહિત ત્રણ જુદાજુદા મોબાઈલ સાથે ઝડપી પૂછપરછ કરતા બંને યુવાનોએ થોડા દિવસ અગાઉ પલસાણાથી રસ્તે પગપાળા જતા રાહદારીઓ પાસેથી બે મોબાઈલ ખેંચ્યા હોવાનું કબુલ્યું હતું કડોદરા જી.આઈ.ડી.સી.પોલીસ મથકમાં ફરજ બજાવતા આ.હે.કો દિપકભાઈ શકરભાઈ નાઓને અંગત રાહે બાતમી મળી હતી કે ચલથાણ ખાતે મેઈન બજારમાં આવેલ બસ સ્ટેન્ડ નજીક બે યુવાનો બજાજ ડિસ્કવર ગાડી લઈને ઉભા છે, જેઓ પાસે ચોરીના મોબાઈલ હોવાની શંકા છે.
જે બાતમી આધારે પોલીસ ટીમે વોચ ગોઠવી તપાસ કરતા બે યુવાનો (1)સાહિલ સંજયભાઈ સિંહ ( 20) ( યોગેશ્વર નગર ચલથાણ) તેમજ (2) રોહિત ઉર્ફે જીતુભાઇ આહિરે (19) (205 , યોગી કોમ્પ્લેક્ષ, સાંકી ગામ તા.પલસાણા)ને બાઇક (GJ 19 S 2035) સાથે ઝડપી પાડી પૂછપરછ કરતા તેઓએ ફોન અંગે અયોગ્ય જવાબ આપતા બને વિરુદ્ધ પોલિસ કાર્યવાહી હાથધરી મોબાઈલ અને બાઇક મળી 67,700નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આરોપીઓએ કરેલી કબૂલાત
ઝડપાયેલા બંને આરોપીએ ગત ફેબ્રુઆરી મહિનામાં પલસાણા વિસ્તારમાં આવેલ કાલાગોળા નજીકથી રસ્તે જતા રાહદારી પાસે રેડ અને બ્લેક કલરનો વિવો મોબાઈલ ઝૂંટવી બજાજ પલ્સર મોટરસાઇકલ પર ભાવી છૂટ્યા હતા. તેમજ તેના બે દિવસ બાદ આજ રીતે વધુ એક રાહદારી પાસેથી કિપેડ વાળો મોબાઈલ ઝૂંટવી ભાગી છૂટ્યા હોવાનું કબુલ્યું હતું.
પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.