પલસાણા તાલુકામાં રાહદારીઓના હાથમાંથી મોબાઇલની ચિલઝડપ કરનારી ગેંગના ત્રણને દબોચી લેવામાં આવ્યા હતા. પલસાણા પોલીસને તાજેતરમાં બાતમી મળી હતી કે, પલસાણા વિસ્તારમાં થોડા દિવસો અગાઉ બાઇક ઉપર આવેલ ત્રણ અજાણ્યા શખ્સો એક રાહદારીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ભાગી ગયા હતા. જે શખ્સો એક પલ્સર બાઇક નંબર GJ-05-KH-9515 લઈને એના ગામની સીમમાં ને.હા 53 ઉપર એના ગામના પાટિયા નજીક ઊભા છે. જે હકીકતના આધારે પલસાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી આ ત્રણે વ્યક્તિને ઝડપી પાડ્યા હતા. તેમણે ગુનાની કબૂલાત કરી હતી. અને તેમની પૂછતાછ કરતાં આ ચોરીના મોબાઈલ તેઓ રામલટોન બંસરાજ બર્મા (રહે,પલસાણા, મૂળ :યુ.પી)ને વેચતા હતા.
પોલીસે પકડાયેલ આ ત્રણે વ્યક્તિઓ પાસેથી અલગ અલગ કંપનીના 53 મોબાઇલ કિંમત રૂ, 2.82 લાખ, એક પલ્સર બાઇક તેમજ એક મોપેડ નંબર GJ-19-AS-9844 તથા રોકડા રૂપિયા મળી કુલ 3.39 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગ રહેણાંક વિસ્તારમાં ઘરફોડ ચોરી પણ કરી હતી.
મોબાઇલ છીનવી ધૂમ સ્ટાઇલથી ભાગી જતાં
પકડાયેલ આરોપીઓ સવારમાં વોકિંગ કરવા નીકળેલા અથવા તો સાંજના સમયે એકલા પગપાળા જઈ રહેલા અથવા તો મોબાઈલ ઉપર વાત કરતાં ઇસમો પાસે નજીકમાં પહોંચી બાઇક પર પાછળથી આવી ધૂમ સ્ટાઈલે મોબાઈલ છીનવી લઈ જઈ તથા રાત્રિના સમયે પરપ્રાંતીય વ્યક્તિઓના રહેણાંક વિસ્તારમાં ચાલીઓમાં જઈ રૂમના દરવાજા તોડી તથા રૂમની બારી પાસે ચાર્જિંગમાં મુકેલ મોબાઈલ ફોનો તથા રોકડ રકમની ચોરી કરતાં હતા.
પકડાયેલા 3 આરોપીઓ
આરોપીનો ઇતિહાસ
પકડાયેલો અબ્દુલા અન્સારી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેના વિરુદ્ધ સુરત શહેરના પૂણા પોલીસ સ્ટેશનમાં ચોરીની ઘટનામાં ગુનો નોંધાઈ ચૂક્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.