માગણી:ચલથાણ ઓવરબ્રિજ મામલે માર્ગ અને મકાનની પંચાયત સાથે મીટિંગ

પલસાણા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મીટિંગમાં સંભવિત ડિઝાઇન મુકાઇ

શુક્રવારે ચલથાણ પંચાયત ભવનમાં યોજાયેલી મિટિંગના પંચાયતના અગેવવાનો તેમજ વ્યાપારી અગ્રણીઓ સહિત ગામના આગેવાનો અને માર્ગ અને મકાન વિભાગના અધિકારી હાજર રહ્યા હતા, જેમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા બ્રિજની પ્રાથમિક ડિઝાઇનની કોપી મુકવામાં આવી હતી, જેમાં બ્રિજ રેલવે ફાટકથી બંને બાજુએ 500 મીટર લાંબો બ્રિજ બનશે એટલે કે ચલથાણ તુલસી પાર્કના ગેટથી બ્રિજ શરૂ થશે અને રામનગરના ગેટ સુધી પૂર્ણ થશે. બ્રિજની બને બાજુએ 5 મીટર પહોળો સર્વિસ રોડ બનાવશે તેમજ બ્રિજ પર ડબલ ટ્રેક આપવામાં આવશે અને વચ્ચે ડિવાઈડર અપાશેે.

રેલવે ફાટક નજીક બ્રિજ સાથે એક ફૂટઓવર બ્રિજ બનાવાશે. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ પંચાયતને જણાવ્યું હતું માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજ બાંધકામ અંગે પ્રાથમિક તૈયારી પુરી કરી હોવાનું જણાવ્યું હતું.2022થી બ્રિજ બાંધકામની શરૂઆત થવાની શકયતા વ્યક્ત કરી હતી.

વેપારી એસો. અન્ડર બ્રિજની માગણી કરી
શાકભાજી માર્કેટમાં આસપાસના 20 ગામના વધુના લોકો ખરીદી આવે છે તેમજ તાલુકાની મોટી સરકારી પ્રાથમિક શાળા, સુગર ફેકટરી છે, જેના કારણે અહીં અવરજવર વધુ રહે છે. ઔપચારિક મીટિંગના ચલથાણ વેપારી એસોસિએશનને માર્ગ અને મકાન વિભાગ સમક્ષ બ્રિજ બનાવવા પહેલા રેલવે ફાટક પર અન્ડર બ્રિજ બનાવવા માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...