રાજકારણ ગરમાયું:પલસાણાની 44 સરપંચો તેમજ વોર્ડ સભ્યોની બેઠક જાહેર, મુરતિયાં ગેલમાં

પલસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 21 બેઠક સામાન્ય જ્યારે 15 અનુસુચિત આદિજાતીને ફાળવાઇ

પલસાણા તાલુકામાં સરપંચો તથા વોર્ડના સભ્યોની બેઠકો જાહેર થતાં પલસાણામાં ફરી રાજકારણ ગરમાયું છે. 44 ગ્રામપંચાયતોમાં અનુસૂચિત જાતિ માટે બે, અનુસુચિત આદિજાતિ માટે 15, બક્ષીપંચ માટે ચાર અને સામાન્ય માટે 21 બેઠક ફાળવવામાં આવી છે.

આગામી ગ્રામ પંચાયત રાજની ચૂંટણીને અનુલક્ષીને પલસાણાની 44 ગ્રામપંચાયત પૈકી અનુસૂચિત જાતિ માટે સામાન્ય તુંડી અને તરાજ સામાન્ય સ્ત્રી માટે ફાળવવામાં આવી છે. અનુસુચિત આદિજાતિ સામાન્ય માટે મલેકપોર, કણાવ, એના, ઇટાળવા, તલોદરા, નિયોલ, કરણ અને અંત્રોલી છે. જ્યારે અનુ.આદિજાતિ સ્ત્રી માટે દસ્તાન, માંખીંગા, બારાસડી, ગાંગપોર, લિંગડ, સાંકી અને ધામડોદ અનામત રાખી છે. બક્ષીપંચ સામાન્ય માટે પલસાણા અને પિસાદ બક્ષીપંચ સામાન્ય સ્ત્રી માટે કારેલી અને ખરભાસી અનામત રાખવામા આવી છે.

સામાન્ય બિન અનામત માટે અંભેટી, બગુમરા, બલેશ્વર, ચલથાણ, એરથાણ, તાંતીઝગડા, વડદલા, વણેસા, વીંઝોળીયા જ્યારે સામાન્ય સ્ત્રી માટે અનામત અમલસાડી, ભૂતપોર, હરીપુરા, જોળવા, કરાડા, લાખણપોર, પારડીપાતા, પૂણી, સેઢાવ, સિયોદ અને તાતીથૈયા બેઠક ફાળવવામાં આવી છે. આમ ગ્રામ પંચાયતોના સરપંચો અને વોર્ડના સભ્યો માટે બેઠકોની ફાળવણી થતાં પલસાણા તાલુકામાં ફરી ભાજપ કોંગ્રેસ દ્વારા ગ્રામ પંચાયતો કબ્જે કરવા માટે કામે લાગી જતાં તાલુકાનું રાજકારણ ગરમાયું છે.

અન્ય સમાચારો પણ છે...