તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:સરકારી અનાજમાં સોગંદનામુ લઇ ટેમ્પો છોડતા મામલતદાર-પોલીસ સામસામે

પલસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે પલસાણા મામલતદાર ઓફિસના સીસીટીવી ફૂટેજની માગણી કરી

11 ઓગસ્ટના રોજ પલસાણા પોલીસ જોળવા ખાતે આવેલ રાત્રીના પેટ્રોલિંગ દરમિયાન ગાર્ડન સીટી સોસાયટીના ગેટ પરથી એક સફેદ રંગનો ટાટા ટેમ્પો (DU 09 U 9330) ને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડી તપાસ કરતા ટેમ્પોમાંથી ગુજરાત સરકારના હોલમાર્ક વાળી 101 ગુણ ઘઉં તેમજ ચોખાની મળી આવતા પલસાણા પોલિસ 41 (1)(ડી)મુજબની કાર્યવાહી કરી અટકાયતી પગલાં લીધા હતા. જોકે આ મામલે પલસાણા પોલીસે ટેમ્પોચાલક પાસે સોગંદનામું લઈ છોડી મુકતા વિવાદ સર્જાયો હતો.

જિલ્લા કલેકટરની ઓફિસે સમગ્ર મામલો પહોંચતા જિલ્લા કલેક્ટરે પલસાણા મામલતદાર એન.સી.ભાવસાર નાઓને તપાસના આદેશ આપ્યા હતા અને પોલિસના શકાસ્પદ વલણને ધ્યાનમાં લઈ જિલ્લા પોલિસ વડાને જાણ કરી હતી. જોકે, ગત અઠવાડિયે પલસાણા મામલતદારે જિલ્લા કલેક્ટરને તપાસનો રિપોર્ટ સુપરત કર્યો હતો. તો બીજી તરફ પલસાણા પોલિસની છબી ખરડાતા પલસાણા પોલીસે 13 ઓગસ્ટે પલસાણા મામલતદારને લેખિતમાં જાણ કરી હતી. તેના પુરાવા પોલીસ વડા સમક્ષ રજૂ કર્યા હતા.

તેમજ મામલતદાર કચેરીના CCTV કેમેરાના ફૂટેજની માંગણી કરી હતી. પોલીસે મામલતદારને લેખિતના જાણ કરી હોવાનું વાત બહાર આવતા નવો વણાંક આવ્યો છે. સરકારી અનાજ હોવાથી મામલતદારને જાણ કરી પુરવઠા વિભાગને અનાજ સોંપવાના બદલે પલસાણા પોલીસે માત્ર સોગંદનામું લઈ ટેમ્પો છોડી મુકતા પોલીસ અને મામલતદારનો સંકલનનો અભાવ સપાટીએ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...