અકસ્માત:પલસાણાના કારેલી ગામની પેપર મિલમાં મળસ્કે ટેમ્પોચાલકે કામદારને કચડી માર્યો

પલસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પલસાણા તાલુકાના કારેલી ગામે તુલસી પેપર મિલમાં મળસ્કેના સમયે વિચિત્ર ઘટના ઘટી હતી. મિલમાં ઉભેલા આઇસર ટેમ્પો GJ 19 X 3108 ના ચાલકે ટેમ્પો બહાર કાઢવા ટેમ્પો ચાલુ કરી ઝડપ ભેર ટર્ન કાપ્યો હતો જેમાં ટેમ્પોની સાઈડમાં ઉભેલા મુનનું મહેશ ગૌડ (29)ને પાછળના વહીલમાં અડફેટે લીધો હતો. મુનનું પરથી ટેમ્પોનું પાછળનું ટાયર ફળી વળતા ગંભીર ઈજાઓ થઈ હતી. મીલના મેનેજરે તત્કાલિક સારવાર ં મુનનુંને બારડોલી સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં તબીબ દ્વારા મુનનુંને મૃત જાહેર કરાયો હતો. મુનનુંના મિત્ર અંબિકા પ્રસાદ યાદવે પલસાણા પોલીસમાં ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...