પલસાણા તાલુકામાં લૂંટ ધાડ બાદ હવે તસ્કરોએ ખેડૂતોને પણ નથી બક્ષ્યા પલસાણા તાલુકાના બે ગામના ખેતરો માંથી અંદાજીત 50 થી વધુ થાંભલાના વીજ વાયરો તસ્કરો ચોરી ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે ખેડૂતોની મુશ્કેલી જાણે સમવાનું નામ જ નથી લેતી ખાતરના અસહ્ય ભાવ વધારા અને અપૂરતી વીજ વ્યવસ્થા બાદ માંડ માંડ ખેડૂત બેઠો થઈ રહ્યો છે ત્યાંતો ખેડૂતને એકથી ચડિયાતી એક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
પલસાણા તાલુકાના કરણ ગામેથી 7 ખેડૂતના ખેતર માંથી એગ્રીકલ્ચરલ વીજ વાયરની ચોરીનો બનાવ સામે આવ્યો છે તો બીજા બનાવમાં પલસાણા તાલુકાના કરણ ગામને અડીને જ આવેલા વળદલા ગામના 5 થી વધુ ખેડૂતના ખેતર માંથી એગ્રીકલ્ચરલ વીજ લાઈનમાં વાયર ચોરાયો હતો બને ગામ ગામ મળી અંદાજીત 50 થી વધુ વીજ થાંભલા પરથી એગ્રીકલ્ચરલ વાયરની ઉઠાંતરી થઈ હતી ચોરી અંગે કરણના 7 ખેડૂતોએ પલસાણા વિભાગની ભૂતપોર ખાતેની ગુજરાત વીજ બોર્ડની ઓફિસમાં ઇજનેરને લેખિત ફરિયાદ આપી હતી.
ચોરેલા વીજતાર ભઠ્ઠીમાં પીગળાવી ધાતૂ વેચવાનો ધંધો જોરમાં
હાલ એકાએક એલ્યુમિનિયમના ભાવ વધ્યા હોવાના કારણે તસ્કરો હવે એલ્યુમિનિયમના વાયર ચોરી તરફ વળ્યા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે થોડા વર્ષો પહેલા તસ્કરો ખેતર માંથી એગ્રીકલ્ચરલ લાઇન માંથી ટ્રાન્સફમર ચોરતા હતા હવે વીજ વાયરની ચોરીના બનાવો સામે આવી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે પલસાણાના વરેલી તેમજ આસપાસના વિસ્તારમાં ગેર કાયદેસર ધાતું પીગડવાની ભઠ્ઠીઓ આકાર લઈ રહી છે એ ભઠ્ઠીઓમાં ક્યાં પ્રકારની ધાતુઓ પીગાળવાના આવે તે તપાસનો વિષય છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.