તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:દારૂનો લીસ્ટેડ બુટલેગર તાંતીથૈયા નજીકથી ઝડપાયો

પલસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક

કડોદરા પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના 2 તેમજ પલસાણા પોલીસ સ્ટેશનના એક ગુનામાં વોન્ટેડ લિસ્ટેડ બુટલેગરને કડોદરા પોલીસે તાતીથૈયા ખાતે આવેલ શીવશ્લોક સોસાયટી નજીકથી ઝડપી પાડ્યો હતો. ગુનાહિત ઇતિહાસ ધરાવતો આ આરોપી છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હતો અને તે અગાઉ વિદેશી દારૂના 8 જેટલા ગુનામાં પકડાય ચૂક્યો છે.

વોંટેડ આરોપીઓને પકડવાની ડ્રાઈવ દરમ્યાન કડોદરા જી.આઈ.ડી.સી પોલીસની ટીમે વોન્ટેડ આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. તે દરમિયાન તેમણે બાતમીના આધારે દારૂના ગુનામા એક વર્ષથી નાસતા ફરતા લિસ્ટેડ બુટલેગર દશરથ માયારામ પરમાર (હાલ રહે, તાતીથૈયા, શીવશ્લોક સોસાયટી, તા-પલસાણા, મૂળ રહે, બરેડી, જી-ઉજ્જૈન, મધ્યપ્રદેશ) ને ઝડપી પાડ્યો હતો.

લિસ્ટેડ બુટલેગર કડોદરા પોલીસ સ્ટેશનના દારૂના 2 અને પલસાણા પોલીસ સ્ટેશનના એક ગુનામાં વોંટેડ હતો. આ આરોપી અગાઉ પલસાણા તેમજ કડોદરા પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના 8 ગુનામાં પકડાય ચૂક્યો હોવાનું જાણવા મળે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો