પુન: મિલન:અઢી વર્ષની ખોવાયેલી બાળકીનું પરિવારની સાથે મિલન કરવી કડોદરા પોલીસે દીકરી દિવસ ઉજવ્યો

પલસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકી રમતા રમતા ઘરથી દુર નીકળી ગઇ પોલીસે અઢી કલાકની જહેમતે શોધી કાઢી

કડોદરા પોલીસ મથક વિસ્તારમાંથી 2.5 વર્ષીય બાળકી ખોવાઈ જતા પોલીસે ગણતરીના કલાકોમાં શોધી માતાપિતાને સોંપી હતી.

મળતી માહિતી અનુસાર રવિવારે 11 વાગ્યેના સુમારે દિકરી- માહી (નામ બદલ્યું) ઉ.વ 2.5 નાની કયાંક ચાલી જતાં ગુમ થયેલાની જાણ તેણીના પિતાએ પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં સદર બનાવની ગંભીરતા જાણી સંવેદનશીલ બનાવ હોય તે આધારે પ્રથમ અગ્રિમતા આપી, પોલીસ ઇન્સ્પેકટર એચ.બી.પટેલ, ASI સંજયભાઇ ગાંડાભાઇ, ASI દિનેશભાઇ ઝીણાભાઇ, HC જીતેન્દ્રભાઇ હીરજીભાઇ, HC સ્મીતકુમાર રમેશભાઇ, પો. કો. વનરાજસિંહ પ્રતાપભાઇ તથા બીજા પોલીસ સ્ટાફનાં માણસો નાઓએ બાળકીને શોધવા ટીમો બનાવી વરેલી વિસ્તારમાં જાહેર સ્થળો અને સોસાયટી વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરાવેલ.

દરમ્યાન આશરે બે-અઢી કલાક સુધીની શોધખોળ કર્યા બાદ ગુમ થયેલ બાળકીને વરેલી- હરીપુરા ખાડી કીનારેથી બાળકીને શોધી કાઢવામાં સફળતા મળી અને તેણીના માતા-પિતાને બાળકીનો કબજો સોંપીને પ્રસંશનીય કામગીરી કરી. ‘આંતરરાષ્ટ્રીય પુત્રી દિન’ કડોદરા પોલીસે ગુમ થયેલ બાળકીને ગણતરીના કલાકોમાં શોધી તેણીનાં માતા-પિતા સાથે મિલન કરાવ્યાનું શ્રેય પ્રાપ્ત થયું.

અન્ય સમાચારો પણ છે...