અરજી:કડોદરા પાલિકા પ્રમુખ, CO વિરુદ્ધ માજી વિરોધ પક્ષના નેતાએ કરેલી અરજી દફતરે

પલસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આકારણી અને પસંદગી સમિતિ બાબતે પ્રાદેશિક કમિશનરને અરજી કરી હતી

કડોદરા પાલિકામાં એરિયાબેઝ આકારણી કરવા બાબતે તત્કાલિન વિરોધપક્ષના નેતા દેવેન્દ્ર પટેલ દ્વારા પ્રાદેશિક કમિશ્નરની કચેરીને કરવામાં આવેલ ફરિયાદ બાબતે પાલિકા કડોદરાને ક્લિનચિટ આપી, અરજી દફતરે કરવા હુકમ કર્યો છે. પસંદગી સમિતિ બાબતે પાલિકાને ક્લિનચિટ મળી છે.

કડોદરા પાલિકામાં એરિયાબેઝ આકારણી કરવામાં ન આવી હોવાની ફરિયાદ તત્કાલિન વિરોધપક્ષના નેતા દેવેન્દ્ર પટેલ દ્વારા પ્રાદેશિક કચેરીએ કરવામાં આવી હતી. જે સુરતની કોર્ટ સમક્ષ કેસ ચાલતા કડોદરા નગરપાલિકાના ચીફઓફિસર અને પ્રમુખ દ્વારા કોર્ટ સમક્ષ પોતાનો બચાવ કરતાં જણાવ્યુ હતું કે કડોદરા પાલિકા જે તારીખથી ગ્રામપંચાયતમાંથી પાલિકામાં રૂપાંતર થઈ છે ત્યારથી પાલિકાના અધિનિયમ હેઠળ મિલકતોની આકારણી કરવામાં આવી છે. આકારણી એરિયા મુજબ કરવા વર્તમાનપત્રોમાં જાહેરાત આપી હતી અને સિંગલ ટેન્ડર હોય તો બીજો પ્રયત્ન પણ વર્તમાન પત્રમાં જાહેરાત આપીને કરવામાં આવ્યો હતો. તેમ છતાં એક જ એજન્સીનું ટેન્ડર આવેલ હોય તો તે એજન્સીને ડિપોઝિટ લેવા અને કરાર કરવા જરૂરી કામગીરી હાથ ધરેલી હતી. માટે પાલિકા દ્વારા નિયમ મુજબ જ આકારણી કરી હોવાનું તારણ કાઢ્યું હતું. તેમજ સરકારમાં વખતો વખત શિક્ષણ ઉપકરણ ઉઘરાવીને સરકારમાં જમા કરેલ છે. માટે અરજદારની અરજી હકીકતમાં સુસંગત હોવાનું જણાવી ફરિયાદ દફતરે કરતાં પાલિકાને આકારણી બાબતે ક્લીનચિટ મળી હતી. તેમજ પસંદગી સમિતિ સામે કરેલી અરજી પણ દફતરે કરી હોવાનું જાણવા મળે છે.

પ્રક્રિયા કાયદામાં રહીને જ કરી છે
નગરપાલિકા દ્વારા નિયમ મુજબ જ આકારણી કરવામાં આવી હતી. પાલિકાએ એજન્સી રોકવા સુધીની તમામ પ્રક્રિયા કાયદામાં રહીને જ કરવામાં આવી હતી. જે બાબતે આજરોજ અરજદારની અરજી પ્રદેશિક કમિશ્નર દ્વારા દફતરે કરવા હુકમ કરેલ છે.> મિતલબેન ભાલાળા, ચીફઓફિસર, કડોદરા

અન્ય સમાચારો પણ છે...