તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:વરેલીમાં પરિવાર ધાબા પર સુવા ગયો ને તસ્કરો ઘર સાફ કરી ગયા

પલસાણા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 45 હજાર રોકડા અને 2 મોબાઇલ મળી 77 હજાર ચોરાયા

પલસાણા તાલુકાના વરેલી ગામે પરિવાર રાત્રે અગાસી પર સુવા ગયોને તસ્કરો ઘરમાં ઘુસી 77 હજારની મતા ચોરી ગયા હતા.પલસાણા તાલુકાનાં વરેલી ગ્રામ પંચાયત નજીક આવેલ ચાચીની ચાલ, પુનમ સિનેમાની સામે બીજા માળે ભાડાના મકાનમાં રહેતા અને મૂળ યુ.પીના સુલતાનપુરના વતની ખુશદીલ મોહમ્મદ અનિસ રંગરેજ કે જે વરેલી ગ્રામ પંચાયત નજીક લારી ઉપર કપડાં વેચવાનું કામ કરે છે. જ્યારે તેની સાથે રહેતો તેનો ભાઈ જાવેદ વરેલી સ્કૂલ નજીક કપડાં વેચવાનું કામ કરી ગુજરાન ચલાવે છે.

ગત તા-2-6-2021ના રોજ બંને ભાઈઓ રાત્રિના 8 વાગ્યાની આસપાસ લારી બંધ કરી રૂમ ઉપર આવ્યા હતા અને જમી પરવારી રાત્રિના 12 વાગ્યાની આસપાસ બંને ભાઈઓ મકાનનો દરવાજો બંધ કરી અગાસી ઉપર સૂતા હતા. તે સમયે કોઈ અજાણ્યા તસ્કરોએ દરવાજાની બાજુમાં આવેલી બારીનો સળિયો તોડી રૂમમાં પ્રવેશ કર્યો હતો અને ચાર્જિંગમાં મુકેલ 32 હજારની કિંમતના બે મોબાઈલ ફોન તેમજ રોકડા રૂ, 45 હજારના મત્તાની ચોરી કરી ગયા હતા. ઘટનાની જાણ થતાં બંને ભાઈઓએ કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...