તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોમાં ભય:એનામાં NRI સહિતના 5 ઘરોના તાળાં તૂટતાં ગ્રામજનોમાં ફફડાટ

પલસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વધતા તસ્કરોના ત્રાસ ડામવા પેટ્રોલિંગ વધારવાની માંગ

એના ગામે એકજ રાત્રે પાંચ મકાનના તાળાં તોડી તસ્કરો ઘરમાં બિન્દાસ ચોરી કરી જતા રહેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ઉપરાંત બે દિવસ પહેલા એક ઘરમાંથી TV અને પંદર હજાર રોકડાની પણ ચોરી બાદ ફરી તસ્કરો ત્રાટકતા લોકોમાં ભય ફેલાયો છે.

પલસાણા તાલુકાના એના ગામે બે દિવસ પહેલા એક ઘરમાંથી ટીવી અને રોકડા રૂપિયા 15 ની ચોરી થઈ હતી. ત્યારબાદ રવિવારે મળસ્કે એન.આર.આઇ.ના ગામ તરીકે જાણીતું એવા એના ગામે સુભાષ નગરના એક જ ફળિયાના ત્રણ બંધ મકાનોમાં ધનસુખભાઈ દલપતભાઈ પટેલ, વિઠ્ઠલ પટેલ, છગનભાઈ રામાંભાઈ પટેલ ના ઘરોમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો આમ એકજ ગામના બંધ મકાનમાં એક જ રાતમાં પાંચ મકાનોના તાળા તોડી ઘરના સામાનને વેરવિખેર કરી નાખતા લોકોમાં ભયનો માહોલ જોવા મળતો હતો ત્યારે બીજી તરફ ચોર લોકો NRI ના બંધ ઘરોમાં મોટો દળો મળવાની આશા ઉપર પાણી ફરી વળતા મહેનત પણ માથે પડી અને કોઈ સામાન લઈ જવા પામ્યા નહિ.

અન્ય સમાચારો પણ છે...