હુમલો:જૂની અદાવતમાં જોળવામાં યુવક તેના મિત્રને ચપ્પુ મરાયું

પલસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જોળવા ગામે ઈન્ડસ્ટ્રી વિસ્તારમાં આવેલ એક કોમ્પલેક્ષના નીચે આવેલ ઇંડાની લારી પર કામ કરતા યુવાનને ત્યાં જ રહેતા ત્રણ યુવાને અગાઉ થયેલી બોલાચાલીની અદાવત મારી મારી ચપ્પુ વડે હુમલો કર્યો હતો. તો યુવાનના મિત્ર તમામને છોડાવવા જતા મિત્ર પર પણ ત્રણેય તૂટી પડ્યા હતા. યુવાને ત્રણેય યુવાન વિરુદ્ધ ફરિયાદ આપી હતી.

મૂળ બંગાળના અને હાલ ઉત્તરદીનાસપુર જિલ્લાના અને હાલ પલસાણા તાલુકાના જોળવાના સત્યમ એપાર્ટમેન્ટના 406માં રહેતા નૂરઆલમ બુદુ મોહમદ (18) બિલ્ડિંગના નીચે આવેલી ઇંડાની લારી પર નોકરી કરતા હતા રવિવારે મોડી રાત્રીએ તેઓ દુકાન પર હાજર હતા ત્યારે જોળવા ખાતે જ રહેતા ભરત મિશ્રા, નયન મરાઠી અને સોનુ ઉર્ફે દરીંદા લારી પર આવી અગાઉ થયેલી બોલાચાલીની જૂની અદાવતમાં નૂરઆલમને ગાળો આપવા લાગ્યા હતા જે બાદ સોનુએ નુરઆલમને માર હાથમાં રહેલા લાકડા વડે માથામાં ફટકો માર્યો હતો તેમજ ભરત અને નયન પણ નૂરઆલમ પર તૂટી પડ્યા હતા. સોનુએ પોતાના પાસે રહેલા ધારદાર ચપ્પુથી નૂરઆલમને પેટના ભાગે તેમજ પીઠના ભાગે ઘા માર્યા હતા. નૂર આલમે બુમાબુમ કરતા તેના મિત્ર કાલુ રાજપૂત તમામને છોડાવવા જતા ત્રણેય મિત્રો કાલું પર તૂટી પડી માર માર્યો હતો, જે પૈકી ભરત મિશ્રાએ કાલુને માથામાં સ્ટીલના સળિયાનો ફટકો માર્યો હતો. તો સોનુ એ ચપ્પુ વડે હાથની આંગળી પર ઘા માર્યા હતા તેમજ નયને કાલુને હાથના કાંડામાં લાકડાનો ફટકો મારી ફ્રેક્ચર કર્યું હતું બંને ઇજાગ્રસ્તને નજીકની સંજીવની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. પલસાણા પોલીસે નુરઆલમ મોહમદ પાસેથી ત્રણેય આરોપી વિરુદ્ધ ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...