તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:કપરા સમયમાં તાતીથૈયામાં પગાર મુદ્દે કામદારોએ હોબાળો મચાવ્યો

પલસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પલસાણાના ઔદ્યોગિક એકમ એવા તાતીથૈયા ખાતે આવેલા દાદુ મિલના સંચાલકોએ કામદારોનો પગાર આપવામાં આનાકાની કરતા કામદારોએ મિલની બહાર હલ્લા બોલ કર્યો હતો. વિકલાંગ કામદાર, ગર્ભવતી મહિલા સહિતના મોટાભાગના કામદારોને સમયસર પગાર નહિ આપતા કમદારોએ મિલના બહાર હોબાળો કરી સૂત્રોચ્ચાર કર્યા હતા.

તાંતીથૈયા ખાતે આવેલા દાદુ મિલમાં સોમવારે કેટલાક કામદારોએ હોબાળો કર્યો હતો હોબાળાનું મુખ્ય કારણ હતું કામદારોનો પગાર કામદારોનો દોઢ મહીનાથી વધુ સમય પગાર નહિ થતાં કામદારોની ધરીજ ખૂટી હતી અને અને અંતે હોબાળો કર્યો હતો. મિલ વિરુધ્ધ સુત્રોચાર કરી પગારની માંગણી કરી હતી ઘટનાની જાણ કડોદરા પોલિસને થતા કડોદરા પોલિસનો કાફલો મિલ પર પહોંચી મિલ સંચાલકો સાથે પગાર અંગે વાતચીત કરવાની તજવીજ હાથ ધરી હતી.

વિકલાંગ અનેે ઇજાગ્રસ્તો પગાર લેવા પહોંચ્યા
ધકધકતા તાપમાં પોતામાં હકમાં મજૂરીના રૂપિયા લેવા મજબૂર બની મિલ આગળ હોબાળો કામદારોના ટોળામાં એક ગર્ભવતી મહિલા તેમજ એક વિકલાંગ કામદાર તેમજ એક આંગળી કપાયેલી હાલતમાં કામદાર આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...