વેપારી લૂંટાયો:કડોદરામાં પેસેન્જરના સ્વાંગમાં લૂંટારુંઓનું ભૂત ફરી ધુંણ્યું, ધુલિયાનો વેપારી લૂંટાયો

પલસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેપારીને ખસવાનું કહી ખિસ્સામાંથી 65 હજાર સેરવી તાંતીથૈયા ઉતારી મુક્યો

મહારાષ્ટ્ર ધુલિયાથી ભંગારનો વેપારી તેના પિતરાઈ ભાઈ સાથે કામ અર્થે સુરત સબંધીને ત્યાં આવ્યો હતો. જે બાદ ફરી ધુલિયા જવા માટે સુરતથી કડોદરા આવ્યો અને કડોદરાથી ઇકો ગાડીમાં સોનગઢ નીકળ્યા હતા. જે અરસામાં વેપારીને એક સીટ પરથી બીજા સીટ પર બેસવાનું કહી વેપારીના ખિસ્સામાંથી 65 હજાર સેરવી લીધા હતા. જે બાદ બંનેને ઉતારી ચાલક સહિતના ઈસમો ભાગી છૂટ્યા હતા.

ધુલિયા રહેતા ફારૂક ઇશમાઇલ શાહ ભંગારના વ્યાપાર સાથે સંકળાયેલા છે. 2 સપ્ટેમ્બરે ફારૂકભાઈ પિતરાઈ ભાઈ સુલતાન શાહ સાથે ધુલિયાથી સુરત રહેતા મામા યુસુફ શાહને ત્યાં ધંધા અર્થે 65 હજાર રોકડ લઈ આવ્યા હતા. જોકે કામ પૂર્ણ ન થતા રોકાઈ 3 સપ્ટેમ્બરે ફરી ધુલિયા જવા નીકળ્યા હતા. સુરતથી રિક્ષામાં બેસી તેઓ કડોદરા આવ્યા અને કડોદરા ચામુંડા હોટલની સામેથી બંને એક સફેદ રંગની ઇકોમાં બેસી સોનગઢ જવા નીકળ્યા હતા.

ઇકોમાં પાછળના ભાગે 4 ઈસમો બેઠા હતા ફારૂકભાઈ અને સુલતાનભાઈ પાછળ તેઓ સાથે બેઠા જે અરસામાં પાછળ બેઠલામાંથી એક ઇસમે સુલતાનભાઈને આગળ બેસવા જણાવ્યું સુલતાન આગળ બેસાડ્યા બાદ પાછળ બેઠેલા ઈસમો ‘બેસતા ફાવતું નથી’ કહી ફારૂકભાઈને આમથી તેમ બેસવા કહી ફારૂકભાઈના ખિસ્સામાં રહેલા 65 હજાર સેરવી તાંતીથૈયાના પેટ્રોલ પંપ સામે ડ્રાઇવરે જણાવ્યું કે ‘જગ્યા એકજેસ્ટ નથી થતી’ તમે બંને નીચે ઉતરો હું જગ્યા એકજેસ્ટ કરી આપુ એમ કહી ફારૂકભાઈ અને સુલતાનને ગાડીમાંથી ઉતરવા કહ્યું બને જેવા નીચે ઉતર્યા કે પાછળ બેઠેલા ઈસમોએ ગાડીનો દરવાજો બંધ કરી બીજી ગાડીમાં આવજો એમ કહી ગાડી હંકારી મૂકી હતી.

એકાએક ગાડીમાંથી ઉતારી મુકતા ફારૂકભાઈ ખિસ્સા ચેક કરતા 65 હજાર ચોરાયા હોવાનું જણાય આવ્યું હતુ. કાર જતા જતા સુલતાનભાઈએ કારનો નંબર GJ 05 6247 નોંધી લીધો હતો, જે બાદ ધુલિયા પહોંચી શુક્રવારે ફરી કડોદરા આવી કડોદરા જી.આઈ.ડી.સી.પોલીસમાં કાર ચાલક સહિત 5 વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...