હુમલો:કડોદરામાં પિતા-પુત્રએ ચપ્પુના 20 જેટલા ઘા મારતા યુવક ગંભીર

પલસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી યુવક પર હુમલો

પલસાણા તાલુકાનાં કડોદરા ખાતે ક્રિષ્નાનગર નજીક પિતા પુત્રએ એક યુવાન ઉપર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી ગઈ છે. આ બંને વચ્ચે જૂની અદાવતને લઈ માથાકૂટ થઈ હતી. જેમાં પિતા પુત્રએ યુવાનને શરીરના ભાગે ચપ્પુ વડે 15 થી 20 જેટલા ઘા મારતા યુવાનને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ અંગે મળતી માહિતી અનુસાર પલસાણા તાલુકાનાં કડોદરા ખાતે આવેલ અમૃત નગરમાં રહેતા અને મૂળ યુ.પીના વતની ક્રિષ્ના ગોપાલ પટેલ કે જે કડોદરા ક્રિષ્નાનગરમાં હનુમાન દાદાના મંદિર નજીકથી રાત્રિના સમયે પસાર થઈ રહ્યો હતો તે સમયે અભયકુમાર ઉર્ફે અભેસિંગ જોગીન્દર (રહે, ક્રિષ્નાનગર, કડોદરા) સાથે બોલાચાલી થઈ હતી તે સમયે અભેસિંગ તથા તેનો પુત્ર રવીસિંગે ક્રિષ્નાને મારમારી ચપ્પુ વડે પેટ તેમજ છાતના ભાગે 15 થી 20 જેટલા ઘા મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આ ઝગડો જૂની અદાવતને લઈ થયો હતો. આઠ માસ અગાઉ અભેસિંગે મહેન્દ્ર ઉર્ફે ઘોડાને માર માર્યો હતો. જે અદાવત રાખી ક્રિષ્નાએ અભેસિંગને સળિયો મારતા તેણે પુત્ર રવીસિંગને બોલાવ્યો હતો. અને રવીસિંગે ક્રિષ્ના ઉપર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. બનાવ અંગે કડોદરા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...