તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:ચલથાણમાં પેટીએમનો ખોટો મેસેજ ફોરવર્ડ કરી ઠગાઈ કરતી ટોળકી સક્રિય

પલસાણા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોતાના મોબાઇલ નંબર પરથી નાણાં ચૂકવાય ગયાનો મેસેજ કરતા હતા

છેલ્લા કેટલાક સમયથી ચલથાણ બજારમાં એક ટોળકી સક્રિય થઈ છે, જે દુકાનમાં ખરીદી કરી પેટીએમનો મેસેજ એડિટ કરી દુકાનદાર પર ફોરવર્ડ કરી છેતરપીંડી આચરે છે. આવા છેતરપિંડીના શિકાર ચલથાણ બજારમાં ત્રણ વ્યાપારીઓ બન્યા છે, જેમાં એક ગારમેન્ટની દુકાનમાં બપોરના સમયે રિક્ષામાં બે યુવાનો આવ્યા અને દુકાનમાં 12 હજારની રકમના કપડા લઈ રિક્ષામાં પૈસા લઈ આવું છું, કહી કપડાં લઈ રફુચક્કર થઈ ગયા હતા. આ બનાવના અઠવાડિયામાં ચલથાણ મેઈન બજારમાં બેન્ક ઓફ ઇન્ડિયાની બાજુમાં આવેલ પ્રકાશ જનરલ સ્ટોરમાં બુધવારના બપોરના સમયે GJ 05 AV 6878 નંબરની શંકાસ્પદ રિક્ષામાં બે યુવાનો આવ્યા હતા.

જે પહેલા દુકાનમાં રેકી કરી બાદ દુકાનમાં પ્રવેશી 4 તેલના ડબ્બા ખરીદ્યા જેના રૂપિયા Patym દ્વારા આપવાનું કહ્યું જેથી દુકાનદારે કાઉન્ટર પર પડેલું બારકોડમાં સ્કેન કરી પૈસા નાખવા જણાવ્યું જે બાદ થોડા મિનિટના 7560/-રૂપિયાની પેટીએમ દ્વારા પ્રકાશ જનરલ સ્ટોરના બેન્ક ખાતામાં રૂપિયા જમા થયા છે એમ મેસેજ આવ્યો જેથી દુકાનદારે બંને તેલના ડબ્બા આપી રવાના કર્યા થોડા સમય બાદ દુકાનદારે મેસેજ ગ્રાહકના મોબાઈલ નંબર પરથી આવ્યો હોવાનું જણાયું. ...અનુસંધાન પાના નં. 2

છેતરપીંડી આચરનારા આ યુક્તિથી લોકોને છેતરે છે જ્યાં ભણેલા દુકાનદાર પણ છેતરાઈ જાય છે
સૌથી પહેલા તેઓ દુકાનની રેકી કરે છે. દુકાનનું નામ વાંચી દુકાનમાં પ્રવેશી petymનું બારકોડ જોઈ દુકાનનારનો મોબાઈલ નંબર માંગી પોતાની પાસે પહેલાથી રહેલો મસેજમાં દુકાનનું નામ એડિટ કરે છે. જ્યાર બાદ માલસામાન ખરીદી ચુકવણું કરતી વખતે રકમ એડિટ કરી પોતાના મોબાઈલ પરથી જ દુકાનનારના મોબાઈલ પર મેસેજ કરે છે દુકાનદાર પોતાના ફોન પર રકમનો મેસેજ જોઈ દુકાનનું નામ જોઈ છે.

પરંતુ દુકાનદાર એ નથી સમજ તો કે petym માં નાખેલા પૈસા નો મસેજ patym કંપની માંથી આવે છે ત્યાં સુધી ગ્રાહક રવાના થઈ જાય છે. દુકાનદાર જ્યારે ખાતું ચેક કરે છે. ત્યારે છેતરાયાનો અહેસાસ થાય છે.

અન્ય સમાચારો પણ છે...