તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરનામાનો ભંગ:બર્થ ડે પાર્ટી ઉજવવામાં ચલથાણ ગ્રામ પંચાયત સભ્યોએ કાયદા નેવે મુક્યા

પલસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચાયત સભ્યની બર્થડે પાર્ટીમાં જાહેરનામાનો છડે ચોક ભંગ કરતા ખુદ પંચાયત સભ્યો - Divya Bhaskar
પંચાયત સભ્યની બર્થડે પાર્ટીમાં જાહેરનામાનો છડે ચોક ભંગ કરતા ખુદ પંચાયત સભ્યો

કોરોના મહામારીમાં લોકડાઉન બાદ ચલથાણ પંચાયત વિવાદનો વિષય બની હતી. લોકડાઉનના સમયમાં પંચાયતના સભ્યોના સંકલનના અભાવના કારણે બજાર ખુલ્લું મુકવાનાના સમયમાં 6 વાર સમય ફેર કર્યો હતો, જેના કારણે અવ્યવસ્થા સર્જાઈ હતી. હવે ગામના ઉપસરપંચ સહિતના પંચાયત સભ્યો દ્વારા બર્થડે પાર્ટીની ઉજવણીમાં ખુલ્લેઆમ જાહેરનામાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. ચલથાણ ગામના પંચાયત સભ્ય ગૌરાંગ દેસાઈના જન્મ દિવસની મોડી રાત્રિએ ઘર નજીક જ જાહેરમાં જન્મ દિવસની ઊજવણી કરવામાં આવી હતી, જેના ફોટા તેમના સોશિયલ મિયા એકાઉન્ટ પર છે. ઉજવણીમાં મશગુલ બનેલા ગામ પંચાયત સભ્ય સહિત ઉપસરપંચ ભરતભાઇ વશી અને તાલુકા સંગઠન ઉપપ્રમુખ ગિરીશભાઈ આહીર સહિતના 15  લોકો સોશિયલ ડિસ્ટનસના લીરેલીરા ઉડાડતો અને વગર માસ્ક વગરનો ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...