નવાપુરના યુવકની હત્યા:પત્ની સાથે અફેર ન રાખવા મિત્રને સમજાવવા છતાં ન માન્યો તો સળિયો મારી પતાવી દીધો

પલસાણા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બગુમરા ગામે પડાવમાં રહી શેરડી કટિંગનું કામ કરતા યુવકનું મર્ડર
  • હુમલા બાદ યુવકને લોહીલુહાણ હાલતમાં પિતાને સોંપી બંને મિત્રો ભાગી છુટ્યા

ચલથાણ સુગર ફેક્ટરીમાં શેરડી કટીંગ કરતા અને બગુમરા ગામના પડાવમાં રહેતો યુવક તેના મિત્રો સાથે મોટરસાઇકલ ક્યાંક ગયા બાદ 2 કલાક બાદ મોટરસાઇકલ ૫૨ લઇ જનાર જ બને મિત્રો યુવકને બેભાન અને લોહી લુહાણ હાલતમાં બેસાડી પડાવ પર લાવ્યા હતા. ત્યાં યુવકને તેના પિતાને સોંપી ભાગી છૂટ્યા હતા. યુવાનના પરિવારને નજીકના દવાખાને લઈ જતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. મૃતક યુવાનના પિતાએ બને ઈસમ વિરુધ્ધ ફરિયાદ આપતા પલસાણા પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.

મૂળ મહારાષ્ટ્રના નવાપુરમાં રહેતા અને હાલ છેલ્લા બે માસથી પલાસણા તાલુકાના બગુમરા ગામે માંહ્યવંશી ફળિયાના બાજુમાં આવેલ શેરડીના પડાવમાં રહેતા અને ચલથાણ સુગર ફેક્ટરીના શેરડીનુ કટીંગ કરી પરિવારનું ગુજરાન ચલાવતા અશોક બારકીયાભાઇ માવચી (54) જેઓ તેમના 5 સંતાન અને પરિવાર સાથે રહે છે અને તમામ શેરડી કાપવાનું કામ કરે છે ગત શનિવારે સાંજના 5 વાગ્યાના અરસામાં અશોકભાઈનો દીકરો શીલેશ અશોકભાઇ માવચી (26) જેઓ તેમના પડાવમાં રહેતા સોનુ પુનીયા ગામીત મુળ રહે કીકાકુઇ સોનગઢ નાઓ સાથે તેમની મોટરસાઇકલ GJ 26 AA 6150 લઈ પડાવમાં જ રહેતા એક ઇસમ યોહાન નાકીયા ઉર્ફે નકુ મુળજી માવચી મુળ રહે નંદુરબાર મહારાષ્ટ્ર નાઓ સાથે ત્રણેય જણા એક જ મોટરસાઇકલ પર ક્યાંક ગયા હતા અને સાંજના 7:30 વાગ્યાના અરસામાં અશોકભાઇ તેના પડાવ નજીક હાજર હતા ત્યારે આ બન્ને ઇસમો શીલેશને બાઇક પર બેસાડીને પડાવમાં લાવ્યા હતા.

અશોકભાઈ આ આ અંગે પૂછતાં તેઓએ કઇ જવાબ નહિ આપ્યો હતો જે બાદ અશોકભાઈએ બુમાબુમ કરી પરિવાર સભ્યોને બોલાવ્યા હતા શૈલેષને માથાના ભાગે તીક્ષ્ણ હથીયાર વડે ઇજા થઇ હોવાથી લોહી નીકળતું હતુ અને લોહીલુહાણ હાલતમાં જ હતો પરીવારના સભ્યોએ તેને બાઇક પરથી ઉતારી પડાવમાં પડેલ ટ્રેકટરમાં મુકી નજીકના ખાનગી દવાખાને લઇ જવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના ડોક્ટરે શૈલેશને મૃત જાહેર કર્યો હતા.

બંને મિત્રો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ
મૃતક શૈલેષને બાઇક પર લઈ જનાર અને બાદ લોહીલુહાણ હાલતમાં મુકી જનાર સોનુ ગામિત અને યોહન માવચી સામે મૃતકના પિતા અશોક માવચીએ પલસાણા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

યોહાનની પત્ની સાથે શૈલેષનું અફેર હતું
યોહનની પત્નીનું શૈલેષ માવચી સાથે અફેર હોવાની જાણ થતા આ અંગે સમજાવવા માટે શૈલેષને બાઇક પર બેસાડી યોહન અને તેનો મિત્ર નજીકના રેલવે ટ્રેક પર લઈ ગયા હતા. જ્યાં યોહને શૈલેષને પત્ની સાથેના અફેર અંગે સમજાવતા શૈલેષ “એ મારી જૂની પ્રેમિકા છે” એેમ કહેતા શૈલેષને માથામાં સળિયો માર્યો હતો. પોલિસે હાલ બને આરોપીને ઝડપી પૂછપરછ શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે મૃતક શૈલેષ અને યોહન અને સોનુ ગામીત આ ત્રણેય નાની મોટી ચોરી કરતા હોવાનું પણ જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...