કારચાલકની દાદાગીરી:‘હું કડોદરાનો દાદો છું બીજીવાર મારી સાથે દાદાગીરી કરી તો પતાવી દઇશ’

પલસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાઇડ માંગતા રોષે ભરાયેલા કારચાલકની દાદાગીરી

પલસાણા તાલુકાના કડોદરા વિસ્તારમાં એક કાર ચાલકે બાઇક ચાલકને રોકી જાહેરમાં માર મારી “હું કડોદરાનો દાદો છુ. બીજીવાર મારી સાથે દાદાગીરી કરશે તો જાનથી મારી નાખીશ” કહેતા મામલો પોલીસમાં પહોચ્યો. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ કડોદરા ખાતે કલ્પતરૂ સોસાયટીમાં જી બિલ્ડિંગના રૂમ નં. 305 માં રહતો એક યુવક દિનેશ રામઅવતાર સૈની પોતાની સી.ડી.ડીલક્ષ મો.સા.GJ 05 HP 8799 લઈ મોડી સાંજની વેળાએ પોતાના ઘરે જતો હતો ત્યારે તેની આગળ ચાલતી એક કાર પાસે સાઈડ માંગવા હોર્ન મારતા તે કારના ચાલક કિશન રઘુભાઈ સિંધવ (રહે. મણીનગર, કડોદરા) દ્વારા પોતાની કાર માર્ગ પર આડી કરી દિનેશ પાસે જઈ તેણે પહેરેલું હેલ્મેટ ઉતારી તે હેલ્મેટ દિનેશના માથામાં મારી દીધું હતુ. તેમજ તેની પત્ની પૂનમ વચ્ચે પડતા તેને પણ નાલાયક ગાળો દઈ ધક્કો મારી ફેંકી દીધી હતી અને દિનેશને ઢીક્કા મુક્કીનો માર માર્યો હતો અને જણાવ્યુ હતુ કે, “હું કડોદરાનો દાદો છુ.

આજે તો એકજ હેલ્મેટ માર્યુ બીજીવાર મારી સાથે દાદાગીરી કરશે તો જાનથી મારી નાખીશ.” ત્યારબાદ બન્ને પતિ પત્ની પોતાના ઘરે પહોંચતા કિશોર દ્વારા અન્ય ત્રણેક જેટલા ઇસમો સાથે ત્યાં જઈ તેમને ગાળો આપી તેમની બાઇકને નુકશાન પહોંચાડ્યું હતુ. જેથી દિનેશની પત્ની પૂનમ દ્વારા કડોદરા જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશન ખાતે કિશન વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી.

અન્ય સમાચારો પણ છે...