તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શુક્રવારના રોજ મોડી સાંજે ડાભા ગામની સીમમાં મુખ્ય માર્ગ પર બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. એક બાઇક પર સવાર ખેડૂત દંપતી પૈકી ચાલકનું મોત નીપજ્યું હતું.
ડાભાં ગામે રહેતા અને ખેતી કરતા કિશોરભાઈ ઢીમ્મર અને તેની પત્ની કાતાંબેન શુક્રવારે સાંજે 6 વાગ્યાના અરસામાં બાઇક(GJ 05 HS 9843) લઈ ડાભાંથી ચલથાણ ગામના બજારમાં આવી રહ્યા હતા, જે અરસામાં ડાભાં ગામની સિમમાં આવેલ ઠાકોરજીની વાડી સામે મુખ્ય માર્ગ પર સામેની બાજુએથી (GJ 05 FT 7089 )નંબરની બજાજ પલ્સર 220 લઇ ત્રણ સીટ બેસીને ડાભા ગામ તરફ પુરઝડપે આવતા ચોર્યાસી તાલુકાના ગોજા ગામે હળપતિ વાસમાં રહેતા દિવ્યેશ મનોજ રાઠોડ અને તેના ઉમેશ રાઠોડ તેમજ મયુર ગિરીશ રાઠોડ બાઇક સાથે સામસામે ધડાકા સાથે અથડાતા અકસ્માત થયો હતો, જેમાં બાઇકચાલક કિશોરભાઈ ઢીમ્મરને ગંભીર ઈજાઓ થતા નજીકની ચલથાણ સંજીવની હોસ્પિટલમાં ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.
તેની પત્નીનો આબાદ બચાવ થયો હતો. તો બીજી તરફ અન્ય મોટરસાઇકલ પર ત્રણ સીટ સવાર ઉમેશ રાઠોડને સામાન્ય ઈજાઓ થતા રજા આપી હતી. તેમજ મયુર રાઠોડ અને દિવ્યેશ રાઠોડને ગંભીર ઈજા થતા સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડ્યા હતા. ગોજા ગામે રહેતા આ ત્રણેય યુવાનો કામરેજ ખાતે લગ્નમાંથી પરત ફરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. કડોદરા પોલીસે પલ્સર બાઇકના ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.