જામીન:કડોદરા નગર સમસ્તની જમીન પ્રકરણમાં 3 કમિટી સભ્યોના આગોતરા જામીન મંજૂર

પલસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક

કડોદરા રે.સ.નં 4.9.196 બ્લોક નં.13 પૈકી વાળી જુની શરતની ખેતીની જમીન કડોદરા ગામ સમસ્ત કમીટીના વહીવટકર્તાઓને આ જમીન વહીવટ કરવા માટે આપી હતી. ગામ સમસ્તના વહીવટકર્તાઓ જમીન વેચી 2.21 કરોડ રૂપિયા લઈ દસ્તાવેજ નહીં કરી આપવા પ્રકરણમાં સાત વ્યક્તિ સામે નોંધાયેલા ગુનામાં ત્રણ વ્યક્તિએ કોર્ટમાં આગોતરા જામીન માટે કરેલ અરજી પ્રકરણમાં નગરસેવક નરેશ દેસાઇ, ચંદુ પટેલ અને રણજીત પટેલના આગોતરા જામીન મંજૂર કરવામાં આવ્યા છે.

નવસારી વિજલપોર સ્થિત ઉદ્યોગનગરમાં રહેતા શંકરભાઇ પટેલ જેઓ સને 2004માં તેમના ભાગીદાર ગૌરાંગભાઇ ખેતાભાઇ પટેલ નાઓએ કડોદરા રે.સ.નં 4.9.196 બ્લોક નંબર 13 પૈકી વાળી જુની શરતની ખેતીની જમીન આશરે 65 વીંઘા જે સમસ્ત ગામની માલિકી જમીન તેમના વહીવટકર્તા કમિટી સભ્યો નરેશભાઇ ખંડુભાઇ દેસાઇ, યશવંતભાઇ નરોત્તમભાઇ દેસાઇ, દીનેશભાઇ દયાળજીભાઇ દેસાઇ, દીપકભાઇ ડાહ્યાભાઇ નાયક, રમેશભાઇ ગોપાળભાઇ પટેલ, ચંદુભાઇ ઇશ્વરભાઇ પટેલ, રણજીતભાઇ રામભાઇ પટેલ, શંકરભાઇ રણછોડભાઇ પટેલ પાસે 2.21 કરોડ રૂપિયા આપી ખરીદી હતી. જોકે ત્યારબાદ આ જમીનમાં દસ્તાવેજ કરી આપ્યો ન હતો જે બાબતે 17 વર્ષ બાદ કડોદરા પોલીસ સ્ટેશનમાં 7 વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. જે પૈકી નરેશ ખંડુભાઈ દેસાઇ, ચંદુભાઈ ઈશ્વરભાઈ પટેલ, રણજીત રામભાઇ પટેલ નાઓએ સુરતની સાતમા એડિશનલ સેસન જજ સામે આગોતરા જામીન માટે અરજી કરી હતી. જે અંગે સુનાવણી ચાલી જતાં બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ ત્રણેય વ્યક્તિના આગોતરા જામીન અરજી મંજૂર કરવામાં આવી હતી. કેટલીક શરતોને આધીન આગોતરા જામીન અરજી મંજૂર થઈ હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...