તાંતીથૈયા ખાતેની બુધવારે મોડી સાંજે કડોદરા પોલીસ મથકના પ્રોબેશનલ એસ.પી.એ પોલીસ ટીમને સાથે રાખી રેસિડેન્ટ બિલ્ડિંગના ભોંય તળિયે આવેલી 3 દુકાનોમાં છાપો મારી 14 કિલોના રાંધણ ગેસના બાટલા માંથી કોમર્શિયલ ગેસ બોટલમાં ભરવાનું મોટું રેક્ટ ઝડપાયું હતું.
મળતી માહિતી અનુસાર કડોદરા પોલીસ સ્ટેશનના પ્રોબેશનલ એસ.પી. આઈ.પી.એસ.બીશાખા જૈનને અંગત રાહે મળેલી બાતમી આધારે તાંતીથૈયાની પારેખ સ્ટેટમાં આવેલ એક રેસિડેન્સી બિલ્ડિંગના ભોંય તળિયે આવેલી 3 દુકાનમાં રેડ કરતા દુકાન માંથી 48 નંગ 14 કિલોના રાંધણ ગેસના બોટલ તેમજ 19 કિલોના 44 નંગ કોમર્શિયલ ગેસન સિલિન્ડર મળી આવ્યા હતા.
સ્થળ પરથી ગેસ ટ્રાન્સફર કરવાની પંપ સાથેની મોટર તેમજ 2 નંગ વજનકાંટા પણ પોલીસે કબ્જે કર્યા હતા પોલીસ તમામ મુદામાલ કબ્જે લઈ દુકાન શીલ કરી પલસાણા મામલતદારને રિપોર્ટ કરવાની તજવીજ હાથધરી છે. સમગ્ર ગેસ ટ્રાન્સફર રેકેટનો મુખ્ય સૂત્રધાર ચેતન અગ્રવાલની પોલીસે અટકાયત કરી 3 લાખથી વધુનો મુદામાલ કબ્જે કર્યો હતો.
રાંધણ ગેસની બોટલોની કાળાબજારી કરી રૂપિયા રડવાનો ખેલ
હાલ રાંધણ ગેસના સિલિન્ડર ની કિંમત 950 છે. જ્યારે 19 કિલો કોમર્શિયલ ગેસના બોટલની કિંમત 2345 છે જેથી રાંધણ ગેસના બોટલની કાળા બજારી કરી ખરીદી કરી મોટર વળે 19 કિલોના કોમર્શિયલ ગેસ બોટલમાં ગેસ જોખમી રીતે ટ્રાન્સફર કરી ડુપ્લીકેટ સિલ મારી વેચાણ કરવામાં આવે છે.
પરપ્રાંતિય વિસ્તારોમાં આ વેપલો જોરમાં
બારડોલીની બે નામી ગેસ એજન્સીની 5 થી વધુ ગાડીઓ તાંતીથૈયા જોળવા કડોદરા તેમજ વરેલી ખાતે દરરોજ 14 કિલોના 200 થી વધુ ગેસ બોટલ આ કાળા બજાર કરતા ગેસ માફિયાઓને પહોંચાડે છે. પોલીસ તેમજ મામલતદાર અંગત રસ દાખવી આ મુદ્દે વધુ તપાસ કરે સમગ્ર ગેસ કાંડની કાળી કરતૂતો બહાર આવે તેમ છે.કડોદરા પોલીસ સ્થળ પરથી રાંધણ ગેસ માંથી નાના 5 કિલોના બોટલમાં ભરવાની નોઝલ તેમજ નાના 5 કિલોના બોટલ તેમજ વજન કાંટા પણ કબ્જે કર્યા હતા.
આ ધંધો અનેકનો ભોગ લઇ ચુક્યો છે
વરેલી કડોદરા તાંતીથૈયા જોળવામાં 150થી વધુ ગેસ રિફિલિગની દુકાનો આવેલી છે જેમાં જોખમી રીતે ગેસના 5 કિલોમાં બોટલમાં ગેસ રીફલિંગ કરવામાં આવે છે ભૂતકાળમાં આ 5 કિલોના ગેસના બોટલમાં અકસ્માત ગેસ લીક થવાથી ફ્લેશફાયર અને આગ લાગવાના કારણે મોતના બનાવો પણ બની ચુક્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.