નહેર ખાતાની મજાક સમાન સફાઈ:કડોદરાથી નિયોલ તરફની નહેરનો કચરો કિનારે જ ઠાલવવામાં આવતાં ફરી નહેરમાં જ પડતા સમસ્યા ઠેરની ઠેર જ ઊભી

પલસાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

કડોદરા નગરમાંથી નિયોલ તરફની નહેરની સફાઈ બાબતમાં તંત્ર દ્વારા બેદરકારી દાખવતા સરકારી પૈસાનો બગાડ થઇ રહ્યો છે. નહેરમાંથી કચરો કાઢી કિનારે મુકતા ફરી એ જ કચરો નહેરમાં પડતો હોવાની લોકચર્ચા ચાલી રહી છે. પલસાણા તાલુકામાં અમદાવાદ-મુંબઈ ને.હા.નં. 48 પર કડોદરા વિસ્તારમાં આવેલા સી.એન.જી. પંપની બાજુમાંથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠાની માઇનોર કેનાલમાં વારંવાર કડોદરા કૃષ્ણા નગરના લોકો દ્વારા નહેરમાં કચરો ઠલવાતા તંત્ર દ્વારા થોડા સમયાંતરે તે બ્લોક થઈ ગયેલી નહેરને સાફ કરવાની કામગીરી કરે છે.

પરંતુ તે કચરો નહેરનાં કિનારે જ પાથરતા વાહનોની અવર જવરથી તેમજ માર્ગ પર ફરતા પશુઓ દ્વારા તેમાં મોઢું મારવાથી તો હાલ ચોમાસાની ૠતુ હોય તો ધોધમાર વરસાદ પડવાથી તે કચરો ફરી તે નહેરમાં જ પડી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય વાત એ છે કે તંત્રની કામગીરીનાં આયોજનમાં અભાવ હોવાથી વારંવાર એકજ સમસ્યા માટે સરકારી તિજોરીમાંથી ખર્ચ કરતા શું સરકારી પૈસા વેડફાતા નથી? તેવો સ્થાનિક પ્રજાજનોમાં પ્રશ્ન ઉદ્દભવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...