તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડિટેક્સન:લૂંટેલા 6 લાખના ઘરેણાની વહેંચણી વેળા જ ચાર લૂંટારૂને દબોચી લેવાયા

પલસાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કડોદરાના જ્વેલર્સને ત્યાં થયેલી લૂંટનો ભેદ ઉકાલોયો
  • લૂંટનો મુદ્દામાલ રાખવામાં મદદ કરનારને પણ સુરતથી ઉંચકી લેવાયો

ગત મંગળવારના રોજ કડોદરામાં જ્વેલર્સને ત્યા 6.70 લાખની લૂંટના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પોલીસે દબોચી લીધા હતા. ગત મંગળવારે પલસાણા તાલુકાનાં કડોદરા નગરમાં સરદાર કોમ્પ્લેક્સમાં ધોળે દિવસે વહેલી સવારે 8:30 વાગ્યાનાં સુમારે એસ.જી. જ્વેલર્સ નામની સોનાની દુકાનમાં 4 જેટલા ઈસમો મોઢે માસ્ક બાંધી આવ્યા હતા. ત્યાં કામ કરતા કર્મીને મારમારી બાંધી દુકાનમાંથી 5 કિલો ચાંદી,1.77 લાખનું સોનુ તેમજ 40 હજાર રોકડા મળી 6.77 ની મત્તા લૂટ કરી ફરાર થઈ જવાની ઘટના બની હતી.

આ વાતની જાણ કડોદરા પોલીસને કરતા કડોદરા સહિત એલ.સી.બી. અને એસ.ઓ.જી. પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોચી ગયો હતો. ત્યારબાદ સી.સી.ટી.વી. ની ફૂટેજ અને નાકાબંધી કરી પોતાનાં બાતમીદારોને એક્ટિવ કરી આરોપીઓને પકળવાની કામગીરી હાથ ધરાઇ હતી.

પોલીસ દ્વારા સી.સી.ટી.વી. ની ફૂટેજમાં આરોપીઓની જવાની દિશા તેમજ વાહન મારફતે યોગ્ય દિશામાં પેટ્રોલીંગની કામગીરી હાથ ધરાઇ હતી. જ્યારે તેઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનનાં હે.કો. ગિરીશભાઈ, એલ.સી.બી. પોલીસનાં પો.કો. જગદીશભાઇ તથા એસ.ઓ.જી. પોલીસનાં હે.કો. રોહિતભાઈ ને ખાનગી રાહે બાતમી માળી હતી કે કડોદરા એસ.જી. જ્વેલર્સનાં 04 આરોપીઓ તાતીથૈયા ગામની સીમમાં આવેલ રેલવે લાઇન પાસે અરવિંદભાઈનાં ખેતર પાસે આવેલ હાઇટેન્શન ટાવર નજીક ખેતરના શેઢા પાસે લૂંટમાં મળેલ મુદ્દામાલની વહેંચણી કરી રહ્યા છે.

પોલીસ દ્વાર આરોપીઓને પડકવામાં કોઈ ચૂક ન રહી જાય તે મુજબ ઘેરાઓ કરી લૂંટના માસ્ટર માઇન્ડ ઇંદ્રજીત ઉર્ફે સોનુ રામદેવ જાદવ (28) સહિત બીજા 3 આરોપી અંકુર રજોલ પાસવાન, ધર્મેન્દ્રકુમાર રામધની ચમાર (20) (ત્રણેય રહે. તાતીથૈયા) અને પોનકુમાર ઉર્ફે પોનું કૃષ્ણમૂર્તિ ગૌન્ડર (22) (રહે. બગુમરા, તા. પલસાણા) આરોપીઓને દબોચી લેવાયા હતા. તેમજ લૂંટનો અડધો મુદ્દામલ રાખનાર ગુલાબ યદવ નામનાં ઇસમને સુરત શહેર ખાતેથી દબોચી લઈ કુલ રૂ. 4,96,500 નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

બેરોજગારીને લીધે રૂમનું ભાડું ચડી જતાં અન્ય સાથે મળીને લૂંટનો પ્લાન ઘડ્યો
ઝડપાયેલા આરોપીઓની પુછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતુ કે, જ્વેલર્સને ત્યાં લૂંટનો પ્લાન ઘડનાર સોનુ યાદવ હાલ પોતે બેરોજગાર હોવાથીને કારણે આર્થિક સંકળામણમાં હતા. રૂમનું ભાડું બાકી હોઈ જેથી અને અન્ય સાગરીતો પણ બેરોજગાર હોવાના કારણે લૂંટનો પ્લાન ગઢયો હતો.

3 સ્થળે રેકી કરી 1 જગ્યાએ અંજામ આપ્યો
આરોપીઓએ ગત 26 જૂનના રોજ કામરેજની એક જવેલર્સમાં રેકી કરી હતી પરંતુ ત્યાં CCTV કેમરા વધુ હતા જેથી પ્લાન કેન્સલ કર્યો હતો. ચલથાણમાં પણ એક જવેલર્સને ત્યાં રેકી કરી હતી પરંતુ ત્યાં ભીડ વધુ હોવાના કારણે ઘટનાને અંજામ આપ્યો ન હતો. અંતે 1 જુલાઈએ કડોદરા રેકી કરી કડોદરાની S.G જવેલર્સ લૂંટવાનું નક્કી કર્યું હતું.

​​​​​​​સોનુ અગાઉ 2 તમંચા સાથે ઝડપાયો હતો
સોનુ યાદવનો ગુનાહિત તપાસતા અગાઉ એ દેશી તમંચા રાખવાનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે પોલીસે સોનુ યાદવ પાસેથી બે દેશી તમંચા પણ કબ્જે કર્યા હતા

અન્ય સમાચારો પણ છે...