તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો નિર્ણય:જ્વેલર્સમાં લૂંટ ચલાવનારા ચારેયને 4 દિવસના રિમાન્ડ

પલસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કડોદરામાં 6 લાખની લૂંટ ચલાવી હતી

કડોદરા ખાતે એસ જી જવેલર્સ માં થયેલ લૂંટના પાંચ આરોપીઓના કડોદરા GIDC પોલીસે ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે. મળતી વિગતો મુજબ કડોદરા પાસેના એસ જી જવેલર્સમાં ગત તા 4 જુલાઈની વહેલી સવારે મોટી લૂંટ ને લૂંટારું ઓ એ અંજામ આપ્યો હતો. લૂંટ ની ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી. લૂંટારુઓ 6 લાખ થી વધુ ના સોના ના ઘરેણાં લૂંટ કરી જતા પોલીસ એ તપાસ નો ધમધમાટ શરૂ કર્યો હતો. અને તાતીથૈયા ગામની સિમમાં આરોપીઓ લૂંટનો સમાન ભાગ પાડવા ભેગા થવાની બાતમી પોલીસ ને મળી હતી.

પોલીસ એ રેડ કરતા સ્થળ પર થી 4 આરોપી ની ધરપકડ કરી લેવાય હતી. જ્યારે અન્ય એક ને સુરતથી ગણતરીના દિવસોમાં ધરપકડ કરવામાં આવી હતી. જેને પલસાણા નામદાર મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કરી રિમાન્ડની માગણી ઇન્ચાર્જ પી.આઈ.કે. જે. ધડુકે કરતા કોર્ટે ચાર દિવસ એટલે કે બુધવાર સુધીના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે જેમાં પકડાયેલી મોટરસાઇકલ તેમજ લુંટ નું આયોજન કોને અને કઈ રીતે કર્યું અને હજુ કોણ સામેલ છે ની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...