તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સપ્તાહમાં ત્રીજીવાર ટાર્ગેટ:પલસાણાની શિવાલિક સોસાયટીમાં રહેતા NRIના બે બંધ ઘરમાંથી લાખોનું ફર્નિચર ચોરાયું

પલસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એનામાં ગત અઠવાડિયામાં પાંચ ઘરના તાળા તૂટ્યા હતા, ફરિયાદ થઇ નથી

એના ગામે શિવાલીક સોસાયટીના બે બંધ NRIના બંગલાના બાજુના ખેતરમાંથી દીવાલ કૂદી આવેલા તસ્કરોએ બંગલાના તાળાં તોડી તસ્કરો સોફા, ફ્રિઝ, ટીવી વગેરે લઇ જતાં ચકચાર મચી છે. માત્ર એક અઠવાડિયામાં ત્રીજી વાર એના ગામના NRIના બંધ ઘરોને ટાર્ગેટ બનાવતા એના ગામમાં ફફડાટ ફેલાયો છે.

એના ગામે ગત રવિવારે જ એક સાથે પાંચ ઘરોનાં તાળાં તોડી તસ્કરોએ તરખાટ મચાવ્યો જોકે 5 બંધ મકાનોમાં માત્ર એક TV અને 15 હજાર રોકડ ચોરી જતાં ફરિયાદ આપી ન હતી. ત્યારે ગત સોમવારે મોડી રાત્રિએ બાજુના ખેતરમાંથી દીવાલ કૂદી બાજુમાં આવેલ શિવાલીક સોસાયટીના 49 અને 50 ના બંધ NRIના બંગલાના તાળાં તોડી તસ્કરો બંગલામાં રહેલા સોફા, ફ્રિઝ, ટીવી વગેરે બગલાંની બાજુમાં આવેલા ખેતરાડી રસ્તે લઇ ગયા હતા. વહેલી સવારે ગામના એક અગ્રણીએ બંગલાનું તાળું તૂટેલું જોઈ ચોરી થઈ હોવાયુ જણાયું હતું. જોકે સમગ્ર મામલે હજુ સુધી કોઈએ પોલિસ ફરિયાદ આપી નથી.

અન્ય સમાચારો પણ છે...