દુર્ઘટના:જોળવામાં ગેસ રિપેરીંગ કરનારની ભૂલથી થયું ફ્લેશફાયર, 3 દાઝ્યા

પલસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઘરમાં સિલિન્ડર રિપેરિંગ વેળા ફ્લેશફાયર થતાં દાઝી જનારા. - Divya Bhaskar
ઘરમાં સિલિન્ડર રિપેરિંગ વેળા ફ્લેશફાયર થતાં દાઝી જનારા.
  • સિલીન્ડર ખરાબ થતા રિપેરિંગ વાળાને બોલાવ્યો હતો

પલસાણા તાલુકાના જોળવા ખાતે સિલિન્ડર રીપેરીંગ કરતી વખતે ગેસ લીકેજ થતા રીપેર કરવાવાળા સહિત ઘરમાં રહેલ દંપતી દાઝતા 108 મારફતે હોસ્પિટલ ખસેડ્યા હતા. પલસાણા તાલુકા ખાતે આવેલા જોળવા GIDC વિસ્તારમાં આવેલ સાઈ કોમ્પ્લેક્સના પહેલા માળે રૂમ નંબર 22મા રહેતું પરપ્રાંતીય દંપતીના ઘરમાં સિલિન્ડર ખરાબ થઈ જતા નજીકથી રોશનલાલ નામના ગેસ રીપેરીંગ વાળ યુવકને બોલાવ્યો હતો. જોકે સીલિન્ડર રીપેરીંગ કરવા આવેલા કારીગરની બેદરકારીને લીધે ગેસ લીકેજ થયો હતો અને સાવચેતી રાખ્યા વગર ગેસ ચાલુ કરતા અવાજ સાથે આગ ભભૂકી ઉઠી હતી.

જેને પગલે ગેસ રીપેર કરવા આવેલી યુવકની સાથો સાથ ઘરમાં રહેલું દંપતી પણ દાઝ્યું હતું. આગ અચાનક ધડાકા ભેર અવાજ સાથે ભભૂકી ઉઠી હતી. જેને લઈને આજુબાજુમાં વસતા સ્થાનિકો પણ દોડી આવ્યા હતા. ત્રણેયને દાઝેલા જોઈને 108 મારફતે ચલથાણ ની સંજીવની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પરંતુ હાલત વધુ ગંભીર થવાથી જલંધર આઈ ખટાઈ (33), ગાયત્રીબેન કૈલાશભાઈ પરીડા (27)ને બારડોલી ખાતે આવેલી સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે રોશનભાઈ શુખલાલ કલાલ ( 35)ની સારવાર ચલથાણની સંજીવની હોસ્પિટલમાં થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...