કાર્યવાહી:ટુર & ટ્રાવેલ્સની ઓફિસમાંથી જ્વલનશીલ પ્રવાહી ઝડપાયું

પલસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પલસાણાથી ઝડપાયેલું પ્રવાહી બાયોડિઝલ હોવાની આશંકા

પલસાણામાં ટુર એન્ડ ટ્રાવેલ્સની ઓફિસમાંથી પોલીસે 450 લિટર જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પલસાણા પોલીસે ઓવરબ્રિજ નજીક ને.હા-48ની બાજુમાં એ-વન કોમ્પ્લેક્ષમાં આવેલ યશવી ટુર એન્ડ ટ્રાવેલ્સ નામની દુકાનમાં રેડ કરી હતી. ત્યારે દુકાનમાં હાજર બે વ્યક્તિઓ પ્લાસ્ટિકના એક કેરબામાંથી બીજા કેરબામાં જ્વલનશીલ પ્રવાહી ભરી રહ્યા હતા. પોલીસે આ બંને વ્યક્તિની અટક કરી પૂછતાછ દરમ્યાન તેમણે પોતાનું નામ રાજુભાઇ મનસુખભાઈ પઢિયાર (રહે, પૂણાગામ, સુરત) તથા રાકેશ હીરાભાઈ ગોળકીયા (રહે, કતારગામ, સુરત) નો હોવાનું જણાવ્યુ હતું.

આ બંને વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો સંગ્રહ કરી હાઇવે ઉપરથી પસાર થતાં વાહનોમાં સસ્તામાં વેચાણ કરતાં હતા. તેમજ દુકાનની બહાર પાર્ક કરેલ એક ઇકો કાર નંબર GJ-11-A-2928 માંથી પણ પ્લાસ્ટિકના કેરબામાં ભરેલ જ્વલનશીલ પ્રવાહી મળી આવ્યું હતું. પોલીસે આ બંને વ્યક્તિઓ પાસે જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો સંગ્રહ કરવા માટે લાઇસન્સ પરવાના તેમજ ફાયર એનઓસી માંગી હતી જોકે તે મળી આવી ન હતી. પોલીસે 450 લિટર જ્વલનશીલ પ્રવાહી તેમજ, કાર, મોબાઈલ ફોન મળી 302980નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...