તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:લોકડાઉનને લીધે હપ્તા ચૂકતાં ફાઇનાન્સરે રિક્ષા ખેંચી, ચાલકે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

પલસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બગુમરા ગામે રહેતા પરિવારના મોભીનો આપઘાત

રીક્ષા ચાલક પોતાના મિત્રો સાથે બેઠો હતો અમે ફાઇન્સર આવી રીક્ષા ખેંચી ગયા હતા. એક દિવસ થોભવાની કાગલૂદી કરી પરંતુ ફાઇન્સર એકનો બે નહિ થયો સોસાયટીના આબરૂ જવાના કારણે રીક્ષા ચાલકને માઠું લાગી આવ્યું અને ઘરની સામે જ આવેલા ખેતરમાં ઝાડ સાથે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.

મૂળ મહારાષ્ટ્રના અને હાલ પલસાણા તાલુકાના બગુમરા ગામે રહેતા 60 વર્ષીય દિલીપભાઈ જીગાભાઈ પાટીલ રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા હતા તેઓએ રીક્ષા 32 હજારની ફાઇન્સ લોન પર લીધી હતી. પરંતુ લોકડાઉનના સમયમાં ખરાબ પરિસ્થિતિને કારણે હપ્તા સમય સર ભરી નહિ શકવાના કારણે દિલીપભાઈ ચિંતામાં રહેતા હતા ગત મંગળવારે દિલીપભાઈ સોસાયટીના મિત્રો સાથે બેઠા હતા તે વખતે સુરતના પરવત પાટિયાના ફાઇનાન્સર સંદિપે આવી હપ્તા નહીં ભરે તો રીક્ષા ખેંચી જવાનું કહ્યું હતું.જેથી દિલીપભાઈ ની પુત્રવધુએ લાક્ષણભાઈને ફોન કરીને ફાઇન્સર સાથે વાત કરવી અને એક દિવસ થોભી જવા કહ્યું પરંતુ ફાઇન્સર એકનો બે નહિ થયો અને રીક્ષા ખેંચી જતો રહ્યો હતો.

દિલીપભાઈની સોસાયટીમાં આબરૂ જવાના કારણે માઠું લાગી આવતા દિલીપભાઈએ પોતાના ઘરની પાછળ આવેલા ખેતરમાં લીમડાના ઝાડ સાથે નાઈલોનની દોરી વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું એ ઘટના અંગે દિલીપભાઈના પુત્ર લક્ષણભાઈએ પલસાણા પોલિસ મથકમાં ફરિયાદ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો