સમસ્યા:કડોદરા અંડરપાસના ખાડામાં ચોમાસામાં પાણી ભરાવાની ભિતી

પલસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડોદરા ચાર રસ્તા પર બનવાય રહેલા અંડરપાસમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની શક્યતા રહેલી છે. - Divya Bhaskar
કડોદરા ચાર રસ્તા પર બનવાય રહેલા અંડરપાસમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની શક્યતા રહેલી છે.
  • આસપાસ કોમ્પ્લેક્ષના દુકાનદારો પ્રોજેક્ટની વિરુદ્ધમાં

માર્ગ અને મકાન વિભાગ દ્વારા 110 કરોડના ખર્ચે કડોદરા ચાર રસ્તા પર સુરતથી બારડોલી તરફના રસ્તે અંડર પાસનું નિર્માણ કાર્ય ચાલુ છે, જેમાં રસ્તાની બંને બાજુએ ડ્રિલિંગ કરી જમીનમાં બીમ ઉભા કરી અંડરપાસ બનાવવા માટે આશરે 25 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો છે. કામ ચાલુ હોવાના કારણે હજુ સુધી વરસાદી પાણીના નિકાલ માટેની સુવિધા કરવામાં આવી નથી, વરસાદના ગણતરીના દિવસો બાકી હોવાથી, સમયસર પાણીના નિકાલ માટેની સુવિધા કરવામાં નહિ આવે તો, આ ખાડો જિલ્લાનો ‘સૌથી મોટો સ્વિમિંગ પુલ’ બને તો નવાઈ નહિ.

કડોદરા ચાર રસ્તે ખાતે નવનિર્મિત અંડરપાસ શરૂઆતથી જ વિવાદમાં છે. કડોદરા ચાર રસ્તા ખાતે આવેલા અંડરપાસના આસપાસ કોમ્પ્લેક્ષના મોટાભાગના દુકાનદારો આ પ્રોજેક્ટનો વિરોધ કરી આ પ્રોજેક્ટના કારણે ફાયદો કરતા નુકશાન વધુ છે એમ જણાવ્યું હતું. તેમજ કડોદરા ચારરસ્તા વાળો ભાગ નીચાણ વાળો હોવાના કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નહિ કરવામાં આવે તો અંડરપાસમાં પાણી ભરાવવા ભીતિ વ્યક્ત કરી હતી. નિર્માણ કર્યાની હાલની પરિસ્થિતિને જોતા આ શકયતા સાચી નીવડે તેમ છે.

માર્ગ અને મકાન વિભાગ દ્વારા કડોદરા ચાર રસ્તા પર જ આશરે 25 ફૂટ ઊંડો અને 200 મીટર લાંબો ખાડો ખોદવામાં આવ્યો છે. હાલ અન્ડરપાસનું કામકાજ પુર જોશમાં ચાલુ છે, પરંતુ ચોમાસાના વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવી નથી અને ચોમાસુ શરૂ થવાના માત્ર ગણતરીના દિવસો બાકી છે જો પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહિ કરવામાં આવે તો ખાડામાં વરસાદના પાણીનો ભરાવો થવાની શક્યતાઓ છે અને નિર્માણ કાર્યમાં વિલંબ થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...