તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:જિલ્લા પંચાયત પ્રમુખે જૂની ગટર શરૂ કરાવી કડોદરા અને ચલથાણના ગંદા પાણી નિકાલની સમસ્યાનો અંત આણ્યો

પલસાણા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રજૂઆત થતાં સિંચાઇ વિભાગ પાસે હિતાચી મશીન મંગાવી પૂરાયેલી ગટર ખોલી પાણીનો નિકાલ કરાવ્યો

5 વર્ષ અગાઉ ને. હા. 48 ના નવીનીકરણ વખતે હાઈવેના રેલવે બ્રિજની બાજુમાં ગટર માટીથી પુરાઈ હતી, જેના કારણે કડોદરાનું પાણી ચલથાણમાં ઉભરાતું અને માથાનો દુખાવો બનતા કડોદરા પાલિકા અને પંચાયત વચ્ચે રાજકારણ ગરમાયુ હતું. કેટકેટલીય રજૂઆત છતાં સમસ્યાનો નિકાલ નહિ આવતા કડોદરાના રહીશોએ પ્રદેશ અધ્યક્ષને રજૂઆત કરતા જિલ્લા પંચાયતના પ્રમુખે રસ દાખવી સ્થળ તપાસ કરી સમસ્યાનો અંત આણ્યો હતો.

કડોદરા પાલિકાએ સરગમ કોમ્પ્લેક્ષ અને તેની પાછળ 10 રેસિડેન્સી કોમ્પ્લેક્ષના ગટરનું જોડાણ ગેરકાયદે ને.હા.48ની વરસાદી પાણી નિકાલની ગટરમાં આપ્યું હતું. સમય જતાં ને.હા.48નું નવીનીકરણ થતા માટીથી ગટર પુરાઈ હતી, જેના કારણે કડોદરા પાલિકાનું પાણી ચલથાણમાં ઉભરાઈ ગંદકી ફેલાવતું હતું કડોદરા પાલિકા દ્વારા પાલિકાના ખર્ચે ચલથાણમાં ગટર બનાવવાનો પંચાયત સમક્ષ પ્રસ્તાવ મુક્યો હતો, જેમાં પંચાયતના કેટલાક સભ્યોએ વિરોધ કર્યો હતો અને તલાટી સાથે મળી ઠરાવ કરી ગટરનું પાણી રોકવા સિમેન્ટની ગુણ ગટરમાં નાખી પાણી અટકાવ્યું હતું.

કોરોનાકાળમાં પલસાણા મામલતદારે મધ્યસ્થી કરી સમસ્યાનું નિરાકરણ લાવવા પાલિકાને સેફટી ટેન્ક બનાવી ગટરનું ગંદુ પાણી કડોદરા તરફ વાળવા કહ્યું જ્યારે પંચાયતનું પાણી ચલથાણ બાજુ વાળવા જણાવ્યુ હતું પાલિકાએ લાખ્ખોના ખર્ચે ગટરનું પાણી કડોદરા ચાર રસ્તા તરફ વાળવા પ્રયાસ કર્યો, પરંતુ લેવલ ન આવતા કામગીરી નિષ્ફળ નીવડી હતી.

અંતે કડોદરાના ગંદા પાણીના અસરગ્રસ્ત રહીશોએ 17 ઓગસ્ટે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને જિ. પં. પ્રમુખ ભાવેશ પટેલને પણ રજૂઆત કરતા જિ. પં. પ્રમુખ ભાવેશભાઈ રૂબરૂ સ્થળ પર આવી સિંચાઈ વિભાગનું હીતાચી મશીન મંગાવી હાઈવેની બાજુમાં વર્ષો જૂની પુરાયેલી ગટરને ખોદી પાણીનો નિકાલ કરાવ્યો હતો.

પાંચ વર્ષથી સમસ્યા ઉદભવી હતી
4 વર્ષમાં ધારાસભ્યથી લઈ સાંસદ સભ્યોએ સ્થળ મુલાકાત લઈ સમસ્યાનો અંત આણવા પ્રયત્ન કર્યો હતો. છેલ્લા 5 વર્ષ સરગમ કોમ્પ્લેક્ષની જાહેર જનતાએ ગટરીયા પાણી મુદ્દે મુસીબત વેઠી હતી.

અન્ય સમાચારો પણ છે...