તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોષ:દસ્તાન બ્રિજના મુદ્દે રેલ રોકો આંદોલન માટે પહોંચેલા BHPના કાર્યકરોે ડિટેઇન

પલસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
કાર્યવાહી નહીં થાય તો નેતાઓના નિવાસ સ્થાન અને કાર્યાલયનો ઘેરાવ કરવાની ચીમકી - Divya Bhaskar
કાર્યવાહી નહીં થાય તો નેતાઓના નિવાસ સ્થાન અને કાર્યાલયનો ઘેરાવ કરવાની ચીમકી
  • 80 કરોડના બ્રિજની ટલ્લે ચઢેલી કામગીરી શરૂ કરાવવા સપ્તાહથી લડત

પલસાણા તાલુકાના દસ્તાન ગામે ખોરંભે ચડેલા ફ્લાય ઓવર બ્રિજ મામલો ઉગ્ર બની રહ્યો છે એક સપ્તાહથી ભારતીય હિતરક્ષક પાર્ટી દ્વારા ઉપવાસ આંદોલન ચલાવાય રહ્યું છે. કડોદરાથી બારડોલી હાઈવે પર દસ્તાન ફાટક પર ઘણા સમયથી એક વૈકલ્પિક માર્ગની માંગ ઉઠી રહી હતી.80 કરોડના ખર્ચે ચાર માર્ગીય રેલ્વે ઓવર બ્રીજની કામની શરૂઆત કરાઈ હતી.

દસ્તાન બ્રિજ મામલે રેલરોકો આંદોલન દરમિયાન પલસાણા પોલિસે કાર્યકરોને ડિટેઇન કર્યા હતા.
દસ્તાન બ્રિજ મામલે રેલરોકો આંદોલન દરમિયાન પલસાણા પોલિસે કાર્યકરોને ડિટેઇન કર્યા હતા.

જોકે એકદમ ગોકળગાયની ગતિએ કામ ચાલતા વાહન વ્યવહારને અસર થતા ભારતીય હિત રક્ષક પક્ષ લડત શરૂ કરી છે. અને આજે રેલ રોકો આંદોલન આપવામાં આવ્યું હતું. કાર્યકરો તેમજ રાષ્ટ્રીય પ્રમુખ સુનિલ સોનવણે રીક્ષામાં પહોંચ્યા હતા. અને આંદોલન પહેલા જ પલસાણા પોહચી હતી. અને ભારતીય હિતરક્ષક પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ સુનિલ સોનવણે સહિત અન્ય કાર્યકરો અને આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી.

બ્રિજનું અધૂરું કરનાર જેતે એજન્સી સામે પગલાં ભરવામાં આવે. ધરણા બાદ રેલ રોકો આંદોલન પોલીસ દ્વારા નિષ્ફળ બનાવતા હવે આવનાર દિવસોમાં ફ્લાય ઓવર મામલે મક્કમ બાંહેધરી અને ઝડપથી કામગીરી નહીં પુરી કરાય તો સ્થાનિક ધારાસભ્યો, સાંસદના નિવાસ્થાન તેમજ કાર્યાલયનો ઘેરાવ કરવાની પણ ચીમકી અપાઈ હતી.

તંત્રની ઢીલી નીતિ સામે જનતામાં ભભૂકતો રોષ
પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી એકજ પાર્ટીનો મજબૂત રાજકીય દબદબો હોવા છતાં પાર્ટીની ઇમેજ ખરડાવતા પ્રોજેકટને વહેલી તકે શરૂ કરી પૂર્ણ કરવામાં આવે એવી સ્થાનિકોની માંગ છે બ્રિજના આ પ્રોજેકટ પછી જિલ્લામાં કેટલાય પ્રોજેકટ મુકાઈ પૂર્ણ થઈ ચૂકયા છે પરંતુ આ બ્રિજનો મામલો જેસેથે પરિસ્થિતિમાં જ હોવાથી તંત્રની નીતિથી લોકોમાં ભભૂકતો રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...