અકસ્માત:હાઇવે ક્રોસ કરતા ટેમ્પો ડ્રાઇવરને લક્ઝરીએ અડફેટમાં લેતા મોત

પલસાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કડોદરામાં સુપ્રિમ ટ્રાન્સપોર્ટની ઓફિસ પાસે અકસ્માત
  • અમલસાડથી ટેમ્પોમાં ચીકુ ભરી કાનપુર જઇ રહ્યો હતો

આઇસર ટેમ્પો ચાલક અને તેના ક્લીનર સાથે અમલસાડ મંડળી માંથી ચીકુ ભરી કાનપુર જવા માટે નીકળ્યા હતા કડોદરામાં હાઇવે પર સાઈડમાં આઇસર થોભાવી ડ્રાઇવર હાઇવે ક્રોસ કરી ટ્રાન્સપોર્ટ ઓફીસમાં જઈ રહ્યો હતો જે અરસામાં અજાણ્યા લકઝરી ડ્રાઇવરે ડ્રાઇવરને અડફેટે લેતા ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

ઘટના અંગે મળતી વિગતો મુજબ ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જીલ્લાના જશરણા તાલુકાના સાદીપુર ગામે રહેતા રાહુલકુમાર શ્રીરામગોપાલ નટ (24 )નાઓ ક્લીનર તરીકે રહેતા તેના કાકાના દીકરા અંકિતકુમાર નટ સાથે ગત શનિવારના રોજ રાત્રીના સમયે આઇસર ટેમ્પો UP 80 FT 3634 લઈ અમલસાડ મંડળી માંથી ચીકુ ભરી કાનપુર ખાતે જવા નીકળ્યા હતા જે દરમિયાન રાત્રીના 12 વાગ્યાના અરસામાં કડોદરા ને.હા 48 પરથી પસાર થતી વેળાએ નીલમ હોટલની સામે મુંબઈથી અમદાવાદ તરફના રસ્તા પર આઇસરના ચાલક રાહુલે આઇસરને હાઇવે પર સાઈડમાં થોભાવી રસ્તો ક્રોસ કરી રોડની બીજી તરફ આવેલ સુપ્રીમ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં જઈ રહ્યો હતો જે અરસામાં રસ્તો ક્રોસ કરતી વખતે અજાણ્યા લકઝરી બસ ચાલકે રાહુલને અડફેટે લેતા રાહુલને ડાબા પગે ફ્રેક્ચર અને માથામાં ગંભીર ઈજાઓ થઈ જતી રાહુલને 108 મારફતે સુરત સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો ઘટના અંગે ક્લીનર અંકિત કુમારે કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ મથકમાં અજાણ્યા લકઝરી બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...