તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:જોળવામાં રસ્તો ક્રોસ કરતા યુવકને ટ્રકે ઉડાવતા મોત

પલસાણા10 દિવસ પહેલા
 • કૉપી લિંક

પલસાણા તાલુકાનાં જોળવા પાટિયા નજીક એક ટ્રક ચાલકે રાહદારીને અડફેટે લેતા રાહદારીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું

સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ કડોદરાથી બારડોલી તરફ જતા હાઇવે નંબર 6 પર જોળવા બસ સ્ટેન્ડ નજીક શુક્રવારના રોજ બપોરના સમયે એક રાહદારી જોળવા ગામમાં જવા માટે રોડ ઓળંગી રહ્યો હતો તે દરમિયાન કડોદરાથી બારડોલી તરફ પૂરઝડપે હંકારી આવેલ એક ટ્રક નંબર UP-21-BN-6043 ના ચાલકે અજાણ્યા રાહદારીને અડફેટે લીધો હતો. અકસ્માતમાં બેફામ ટ્રકની નીચે કચડાયેલા રાહદારીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટના બનતાની સાથે જ બાજુમાં જોળવા પોલીસ ચોકી હોવાથી ત્યાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ દોડી આવ્યા હતા, અને ટ્રક ડ્રાઇવર તેમજ ક્લીનરને ઝડપી પાડ્યા હતા અને મૃતદેહ ઉપર કબ્જો મેળવીને પોસ્ટ મોટર્મ અર્થે ખસેડાયો હતો. તેમજ પોલીસ ફરિયાદી બની ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો