તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:જેલમાંથી છુટી લક્ઝુરિયસ કારમાં રેલી કાઢનારા બુટલેગર સામે ગુનો

પલસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પલસાણા તાલુકાના અંત્રોલીના બુટલેગરે પેરોલ પર છુટીને ઘરે આવતાં ઘરની સામે લક્ઝુરિયસ ગાડીમાં ડીજેના તાલ સાથે રેલી કાઢી હતી. અને મોટી સંખ્યામાં ફટાકડા ફોડ્યા હતા. જે રેલીના ફોટા અને વીડિયોએ ભારે ચર્ચા જગાવતાં અત્યાર સુધી શાંત બેસેલી પોલીસે આખરે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે.

મળતી વિગતો મુજબ બે દિવસ અગાઉ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંત્રોલી ગામે રહેતો લિસ્ટેડ માથાભારે બુટલેગર ઈશ્વર વાસફોડીયા એ જેલમાંથી પેરોલ પર છૂટતા તેના સાગરીતો સાથે મળી 7 જેટલી લક્ઝુરીયસ કારમાં પોતાના ઘર નજીક રેલી કાઢી હતી. કારમાંથી મોટા અવાજે ફિલ્મી ગીતો વગાડી ફટાકડા ફોડ્યા હતા. ઈશ્વર વાસફોડીયાએ કારના સનરૂફ માંથી બહાર આવી લોકોનું અભિવાદન કરતો હતો સમગ્ર ઘટનાનો વીડિયો વાઇરલ થતા પોલીસની ઈજ્જતના ધજાગરા ઉડ્યા હતા. ઘટના બાદ કડોદરા પોલીસે ગુરુવારે ઈશ્વર વાસફોડીયા વિરુદ્ધ જાહેરનામના ભંગનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...