દુષ્કર્મ:બગુમરામાં રહેતી સગીર દીકરી સાથે મરજી વિરુદ્ધ શારીરિક સબંધ બાંધતા ફરિયાદ

પલસાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીએ લગ્નની જીદ કરી કંકોત્રી સોશિયલ મીડિયા મારફતે મોકલી

પલસાણા તાલુકાનાં બગુમરા ગામે રહેતી 16 વર્ષીય સગીરાને પરિવારજનો સાથે પરિચિત યુવાને પોતાની પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધી લગ્ન માટે દબાણ કરી ફેસબુક ઉપર ફોટા ઉપલોડ કરી બળાત્કાર કરતાં સગીરાની માતાએ પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મૂળ મહારાષ્ટ્રનું અને હાલ પલસાણા તાલુકાનાં બગુમરા ગામે રહેતું પરિવાર નોકરી કરી ગુજરાન ચલાવે છે. આ પરિવારની 16 વર્ષીય પુત્રીએ ધો-10 સુધી અભ્યાસ કરેલ છે. 2019 ના વર્ષમાં સંતોષ માલી (રહે, સૂર્યકિરણ એપાર્ટમેંટ નવરોત્તમ નગર, નવાગામ ડિંડોલી, સુરત શહેર) ખાતે રહેતો તેમનો પુત્ર નવલ નાઑ આ સગીર વયની પુત્રી સાથે લગ્ન કરવા માંગતો હોય જેથી સગીરાની માતાએ જણાવ્યુ હતું કે પુત્રી 18 વર્ષની થાય પછી લગ્ન કરીશું ત્યારબાદ 16/04/2020 આ સગીરાનો જન્મ દિવસ હોય જેથી આ બંને પરિવારના સભ્યો ભેગા થયા હતા તે સમયે આ નવલ નામના યુવાને સગીરાની એકલતાનો લાભ લઈ તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો અને ત્યારબાદ આ યુવાને સગીરા અને તેના લગ્ન માટે ફેસબુક ઉપર ફોટા અપલોડ કર્યા હતા, જેથી સગીરાની માતાએ યુવાનની માતાને જણાવ્યુ હતું કે મારી પુત્રી હજુ સગીર છે અને તમે લગ્નની પત્રિકા કેમ છપાવી છે. જેથી યુવાનની માતા અને યુવાને ફોન કટ કરી નાંખ્યો હતો. ત્યારબાદ સગીરાની માતાએ 1098 ચાઇલ્ડ હેલ્પ લાઇન પર ફોન કરી જાણ કરેલ ત્યારબાદ સગીરાની માતાએ પલસાણા પોલીસ સ્ટેશનમાં યુવાન અને તેના પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...