કાર્યવાહની માગ:કડોદરા પોલીસ PCR વાનના ડ્રાઇવરની તરફદારી કરતી હોવાની ઉપરીને ફરિયાદ

પલસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • PSI દ્વારા અરજી પાછી ખેંચવા માટે દબાણ કરાતું હોવાની પણ મહીલાઓની રાવ

કડોદરા ખાતેની અરિહંત પાર્કમાં હનુમાન જ્યંતી પહેલા છેલ્લા ત્રણ દીવસથી ચાલતા વિવાદમાં સોમવારે મહિલાઓ સહીત સ્થાનીક લોકો દ્વારા સોસાયટીમાં જ રહેતા કેટલાક અસામાજિક તત્વો સ્થાનીકોને હેરાન પરેશાન કરતા હોવાના આક્ષેપ સાથેની લેખિત ફરીયાદ જિલ્લા રેન્જ આઇજી , જિલ્લા પોલીસ વડા તેમજ તેમજ રાજ્યના ગૃહ વિભાગમાં કરવામાં આવી છે . તેમજ કડોદરા પોલીસ મથકના પીએસઆઈ એ.બી.મોરી દ્વારા મહીલાઓ સાથે આ મુદ્દે અભદ્ર વ્યવહાર કરી ફરીયાદની અરજી પાછી ખેંચવા દબાણ કરાતું હોવાની પણ ફરીયાદ કરવામાં આવી છે.

કડોદરા નગરના અરિહંત પાર્ક સોસાયટીમાં ત્રણ દીવસ અગાઉ હનુમાન જ્યંતિના ભંડારા બાબતે ઉભી થયેલ બબાલમાં રવિવારના રોજ પોલીસે કોઇ નક્કર કાર્યવાહીના હાથ ધરાતા ના હોવાના આક્ષેપો સાથે માહીલાઓએ રેલી કાઢી હતી. અને કડોદરા પો.સ.ઇ એ.બી મોરી દ્વારા સ્થાનીક મહીલાઓ સાથે તોછડું વર્તન કર્યુ હોવાથી મામલો વધુ બીચક્યો હતો . જેથી પોલીસે કેટલીક મહીલાઓને ગત રોજ પરમીશન વગર રેલી કાઢવાના મુદ્દે પોલીસ મથકમાં સાંજ સુધી બેસાડી રાખ્યા હતા .

તેમજ અરિહંત પાર્ક સોસાયટીમાં આવેલ હમુમાન મંદીરના પુજારી ઇન્દ્રનંદને પણ પોલીસે ઉંચકી લાવી તેને માર માર્યો હતો. એન.સી.ફરિયાદ દાખલ કરી અને તેઓને જામીન પર છોડવામાં આવ્યા હતા. જેને લઇને અરિહંત પાર્કની મહીલાઓ તેમજ સ્થાનીક લોકોમાં પોલીસ વિરુદ્ધ વધુ રોષ જોવા મળ્યો હતો. આ મુદ્દે સોમવારના રોજ રેન્જ આઇ.જી. રાજકુમાર પાંડીયન તેમજ જિલ્લા પોલીસ વડા , રાજ્યના ગૃહ વિભાગ અને ભાજપ સંગઠનના પ્રમુખ સી.આર પાટીલને લેખીત ફરીયાદ કરી યોગ્ય કાર્યવાહની માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...