તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:પલસાણામાં બોગસ ડોક્ટર પાસે તોડ કરવા ગયેલા ત્રણ નકલી પત્રકારોની સામે ફરિયાદ

પલસાણા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દવાખાનું ચલાવવું હોય તો રૂપિયા આપવા પડશે કહી 51 હજાર માંગ્યા

પલસાણા ચાર રસ્તા ખાતે પ્રવેશ પાર્કમાં આવેલ દુકાન નંબર-04માં કોઈપણ જાતની ડિગ્રી વગર દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટર પાસે તોડ કરવા ગયેલ બે પત્રકાર સહિત ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો આ પત્રકારોએ આ બોગસ ડોકટર પાસેથી 4000 હજાર રૂપિયા કઢાવ્યા હતા. ઘટના અંગે બોગસ ડોક્ટરે પલસાણા પોલીસમાં તોડ કરનાર પત્રકાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પલસાણા ચાર રસ્તા ખાતે એપલ સેક્ટર ગ્રાઉન્ડ ફ્લોર મેઘા પ્લાઝામાં રહેતા મૃત્યુંજય શ્રીવાસ મંડલ કે જે તેના નાનાભાઇ રોહિદાસ સાથે પલસાણા ચાર રસ્તા પાસે પ્રવેશ પાર્કમાં આવેલ દુકાન નંબર-04માં કોઈ પણ જાતની ડિગ્રી વગર દવાખાનું ચલાવતા હતા. એક મહિના અગાઉ આ બંને બોગસ ડોકટર દવાખાનામાં હાજર હતા. ત્યારે દવાખાનામાં ત્રણ વ્યક્તિઓ આવ્યા હતા.

અને કહેવા લાગ્યા હતા કે અમે પત્રકાર છીએ અને પ્રેસનો આઈડીકાર્ડ બતાવી તમારા બંને પાસે કોઈ ડિગ્રી નથી તેમ છતાં દવાખાનું કેમ ચલાવો છો તેમ કહી ધમકી આપવા લાગ્યા હતા અને જો તમારે આ બોગસ દવાખાનું ચલાવવું હોય તો 51 હજાર રૂપિયા આપવા પડશે તેમ કહેતા આ બંને બોગસ ડોકટરોએ આટલા બધા રૂપિયાની સગવડ નથી મુજબનું જણાવતા થોડા રૂપિયા તો આપવા જ પડશે નહીં તો પોલીસને બોલાવીશું તેમ કહી બળજબરી પૂર્વક આ પત્રકારોએ 4000 રૂપિયા કઢાવી લીધા હતા.

ત્યારબાદ ગત તા-5-6-2021 ના રોજ બપોરના સમયે ચાર પત્રકારો તથા પોલીસના માણસો ત્યાં આવ્યા હતા. અને બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા હતા. તે સમયે આવેલ પત્રકારો પૈકી તોડ કરનાર બે ને આ બોગસ ડોકટરોએ ઓળખી કાઢ્યા હતા. અને તોડ કરનાર સંતોષ ઉમાશંકર શર્મા (કડોદરા) તથા શૈલેન્દ્ર વૃજયનાથ તિવારી (ઉધના સુરત) તેમજ અન્ય એક એમ ત્રણ વિરુદ્ધ પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...