છેતરપિંડી:2 વ્યક્તિ એક જ હોવાનું સોગંદનામું રજૂ કરી જમીન વેચનાર 8 વિરુદ્ધ ફરિયાદ

પલસાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડીલોપાર્જિત જમીન ખોટું સોગંદનામું રજૂ કરાયુ

પલસાણાના અંત્રોલી ગામે બ્લોક નંબર 53 વાળી વડીલોપાર્જિત જમીન ખોટું સોગંદનામું કરી એક હિસ્સેદારનો હિસ્સો ડુબાડી દેવાનો પ્રયાસ કરી જમીન વેચી દેવામાં આવી હોવાના આરોપ સાથે આઠ સામે કડોદરા જી.આઈ.ડી.સી.માં ગુનો નોંધાયો છે.અંત્રોલીના દિપક ભગુ ચૌહાણે નોંધાવેલી ફરિયાદ અનુસાર અંત્રોલી ગામે વડીલોપાર્જિત જમીન તેના દાદા મકન ચૌહાણને 1954માં મૂળ માલીક ભાવચંદ વિશ્વનાથ પાસેથી પ્રાપ્ત થઈ હતી.

1962માં મકનભાઈ ગુજરી જતાં પુત્રો બાલુ અને જગુના નામ દાખલ કર્યું હતું. 1983માં જમીનમાંથી બાલુ મકન ચૌહાણનું નામ કમી કરી તેના હિસ્સાની 1 એકર 26 ગુંઠા જમીનમાં દિપકના કાકા વનમાળી ચૌહાણ અને પિતા ભગુભાઈ ચૌહાણના નામો દાખલ કરવાનો હુકમ કર્યો હતો પરંતુ તે સમયે વનમાળીભાઈનું નામ 7/12 રેવન્યુ રેકર્ડમાં નામ દાખલ થયેલું પરંતુ ભગુભાઈનું નામ દાખલ થયેલું ન હતું. 2006માં વનમાળીભાઈ અને ભગુભાઈએ સંમતિ લેખ કર્યો હતો જેમાં જણાવ્યા અનુસાર મુળજીભાઈ ચૌહાણ 1977માં બિન વસિયત અવસાન પામ્યા હતા. જમીનમાં બંને ભાઈના વારસાઈ હક હતો પરંતુ વનમાળીભાઈ એકલાનું નામ રેકર્ડ પર છે.

તેમાં સુધારો કરી ભગુભાઈનું નામ દાખલ કરવા સંમતિ કરાર કર્યો હતો. 2014માં વનમાળી ચૌહાણનું અવસાન થતાં તેમના વારસદારો તરીકે દિવ્યા વનમાળી ચૌહાણ સહિત અન્ય પાંચના નામ રેવન્યુ દફતરે દાખલ થયા હતા. ત્યારબાદ 2016માં ભગુભાઈ ચૌહાણનું અવસાન થયું હતું. 2020માં જમીન નવી શરતની આ જમીન જૂની શરતમાં ફેરવાય ગઈ હતી અને દિપકભાઈના કુટુંબીજનોએ જગુભાઈ મુળજીભાઈ અને જગુભાઈ મકનભાઈ બંને એક જ હોવાનું ખોટું સોગંદનામું કરી કલેકટર કચેરીમાં રજૂ કરી વેચીનેે 68 લાખ 21 હજાર 550 ચેક મારફતે જમા કરાવી દીધા હતાં.

ખોટુ સોંગદનામુ રજૂ કરનારા
ખોટું સોગંદનામું કરી જમીન વેચાણ કરી હિસ્સો નહીં આપવા બદલ દીપકભાઈએ કુટુંબીજનો જગુ મકન ચૌહાણ, રાજેશ વનમાળી ચૌહાણ, અરુણા ચંદ્રવદન વનમાળી, શૈલેષ વનમાળી ચૌહાણ, સ્નેહા ચંદ્રવદન ચૌહાણ, ધ્રુતિકા ચંદ્રવદન વનમાળી, નિકુંજ ચૌહાણ અને દિવ્યા વનમાળી ચૌહાણ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...