ફરિયાદ:વણેસામાં લોનના બહાનેે દસ્તાવેજ બનાવી જમીન પચાવનાર 6 ઇસમ સામે ફરિયાદ

પલસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મકાનનું રિનોવેશન કરાવવા ખૂટતા રૂપિયા 10 લાખની લોન લેવા જતાં ફરિયાદી છેતરાયા

પલસાણા તાલુકાના વણેસા ગામે એક ખેડુતને મકાન રીનોએશન માટે રૂપીયાની જરૂર પડતા તેઓએ એક કોન્ટ્રાક્ટર મારફતે અન્ય ઇસમો પાસેથી લોન લીધી હતી. ત્યાં લોન આપનારે ઇસમોએ ખેડુતને વિશ્વાસમાં લઇ લોનના કાગળો કરવાના બહાને ખોટી રીતે જમીનની પાવર ઓફ એટર્ની બનાવી લઇ ખેડુતની જમીન પચાવી પાડતા સમગ્ર પ્રકરણમાં 6 ઇસમો વિરૂધ્ધ પલસાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

વણેસા ગામે ટાંકી ફળીયામાં રહેતા નરેન્દ્રભાઇ પટેલ (63)ને 4 વર્ષ પહેલાં 2016માં તેમના વડિલો પાર્જિત મકાનનુ રીનોવેશન કરવા નીલેશભાઇ નામના કોન્ટ્રાકટરને 32 લાખમાં કામ સોંપવામાં આવ્યું હતું. કામ પૂર્ણ થતાં નરેન્દ્રભાઇએ 30.5 લાખ રૂપિયા તેમને ચુકવી દીધા હતા અને બાકી રહેતા 1.50 લાખ રૂપીયા નિલેશભાઈને આપવાના હોવાથી નીલેશભાઇ તેની ઉઘરાણી કરતા હતા . જેને લઇ નરેન્દ્રભાઇએ શૈલેષભાઈને જણાવ્યુ હતું કે ક્યાંકથી વ્યાજે રૂપીયા અપાવો તો તમને પણ તમારા બાકી કરી દઉ જેને લઇ નીલેશ ભાઇએ તેઓને અમીત રાણા , ઇન્દર કુમાર જલેબીવાલા, તેમજ હીરેનભાઇ સામજીભાઇ પટેલની મુલાકાત કરવી જેઓની પાસેથી 5 લાખ રૂપિયા 2 ટકા વ્યાજે અપાવ્યા હતા.

ત્યારબાદ નરેન્દ્રભાઇને મકાનનુ અધુરૂ રીનોવેશન માટે રૂપીયાની જરૂર હોવાથી તેઓએ ફરી વાર રૂપિયાની માંગણી કરતા હીરેનભાઇ સામજીભાઇએ જણાવ્યુ હતુ કે મારે એક બીલ્ડર પાસેથી 30 લાખ લેવાના છે . તે રૂપીયા સીધા તમારા બન્ને ભાઇઓના ખાતામાં 30 લાખ નાખુ છુ.તેમાંથી તમે 10 લાખ રાખી બાકીના અમોને આપી દેવાના તેનુ લખાણ પણ તેઓએ કરાવી લીધુ હતુ.

જે બાદ 10 લાખ લોન કરી ચૂકવવા જણાવ્યું હતું ત્યારબાદ 10 લાખની લોન બાબતનું લખાણ કરવાનુ કહી નરેન્દ્રભાઇ તેમજ તેમના અન્ય એક દિવ્યાંગ ભાઇ સાથે લોનના કાગળો હોવાનું જણાવી તેમની પાસેથી સહીઓ લઈ તેમની જમીન મોજે વણેસા ગામ ખાતા નંબર 5 બ્લોક નંબર 244 પૈકી 2 સર્વે નંબર 246/બ વાળી જુની શરતની ખેતીની જમીન જેનુ ક્ષેત્રફળ 12849 ચોરસ મીટર જેનો ખોટી રીતે પાવર ઓફ એટર્ની તેમજ સાટાખત બનાવી લીધો હતો.

જે બાદ ઇન્દ્રકુમાર નામના ઈસમ જમીનનો કબજો લેવા માટે પહોંચેલ જ્યાં ખેડૂતને પોતાની સાથે થયેલી છેતરપીંડીની જાણ થઈ હતી ખેડૂતે જાહેર નોટિસ અને આરોપીને નોટિસ પાઠવી પાવર રદ થયાની જાણ કરી અને અંગે જીલ્લા રજીસ્ટાર સુરત , પલસાણા મામલતદાર , ઇ -ધરા કેન્દ્ર મામલતદાર પલસાણા , પ્રાંત અધીકારી કામરેજ તેમજ સુરત કલેક્ટરમાં લેખીતમાં જાણ કરી હતી.

તેમ છતા આરોપીઓ પોતાના વગનો ફાયદો ઉઠાવી યેનકેન પ્રકારે દસ્તાવેજ નોંધણી કરાવી હુકમ લાવ્યા હતા તેમજ ખેડૂત નરેન્દ્રભાઇની જમીન પચાવી પાડવા માટે અવાર નવાર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે અંગે ખેડૂતે જિલ્લા કલેકટરને લેખિત અરજી કરતા આ મામલે લેન્ડ ગ્રેબિંગ કમિટીની મિટિંગ આધીન સમગ્ર મામલે પલસાણા પોલીસ મથકે (1) હીતેશભાઇ બાબુલાલ રામાણી (રહે 403 ,404 આકૃતિ ફ્લેટ સીટીલાઇટ સુરત , (2)નમનભાઇ અનીલભાઇ પટેલ રહે અલથાણ પટેલ ફળીયુ સુરત, (3) હીરેશભાઇ સામજીભાઇ પટેલ રહે. સૌજન્ય એપાર્ટમેન્ટ સીટીલાઇટ સુરત, (4) ઇન્દર કુમાર ( જલેબીવાલા ) રહે જાગ્રુતી સોસાયટી જલારામ મંદીર પાસે બારડોલી, (5) અમીત રાણા તેમજ નીલેશભાઇ કોન્ટ્રાકટર વિરૂધ્ધમાં લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ તેમજ ઇ.પી.કો. 406, 420, 467, 468, 471, 120(B) મુજબ ગુનો નોધાવ્યો છે ચર્ચા મુજબ હાલ તમામ આરોપીઓ અંદર ગ્રાઉન્ડ થઈ ગયેલ છે. સમગ્ર પ્રકરણની તપાસ હાલ બારડોલી ડિવિઝન DYSP રૂપલબેન સોલંકીને સોંપવામાં આવી છે. આ ટોળકીએ ભૂતકાળમાં પણ આ રીતે જ ભોળા ખેડૂતોને શિકાર બનાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...