ફરિયાદ:પલસાણાની ઇકો પાર્કની 2 કંપનીમાં કોટેડ યુરિયા ઝડપાયું

પલસાણા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંને કંપનીઓના સંચાલકો સામે પોલીસ મથકે ફરિયાદ

પલસાણા તાલુકા ખેતી અધિકારી તેમજ તેમની ટીમે ગતરોજ પલસાણા તાલુકાનાં બલેશ્વર ગામની સીમમાં ગુજરાત ઇકો ટેક્ષટાઈલ્સમાં આવેલ બે કંપનીમાં જઈ તપાસ કરતાં ખેતીમાં વપરાશમાં આવતા યુરિયા ખાતરની 54 બેગનો જથ્થો ઝડપી પાડી બંને કંપનીઓના સંચાલકો સામે પલસાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ એક બાજુ ગુજરાતમાં યુરિયા ખાતરની સતત અછત વર્તાઇ રહી છે, જેને લઈ ખેડૂતો પણ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે કેટલાક મિલ માલિકો પોતાના અંગત સ્વાર્થ માટે યુરિયા ખાતરનો ઉપયોગ કરી ખેડૂતોના હકનું ખાતર છીનવી રહ્યા છે.

ત્યારે પલસાણા તાલુકાનાં ખેતી અધિકારી સંજયભાઇ કાંતિલાલ સોલંકી તેમજ તેમની ટીમે ગતરોજ પલસાણા તાલુકાનાં બલેશ્વર ગામની સીમમાં ને.હા-48 ની બાજુમાં આવેલ ગુજરાત ઇકો ટેક્ષટાઈલ્સ પાર્કમાં જે.બી.ટેક્ષટાઈલ્સ તેમજ ક્યુબેટીક્સ પ્રોસેસર્સ પ્રાઈવેટ લિમિટેડમાં જઈ તપાસ કરતાં ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવેલ યુરિયા ખાતરની 54 બેગ મળી આવી હતી. તેમણે 14391ની કિંમતનું યુરિયા ખાતરનો જથ્થો કબ્જે કરી મેનેજર શૈલેષકુમાર કાનજીભાઈ વણકર તેમજ મિલ સંચાલકો સામે પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...