તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:પલસાણાના સાંકી બગુમરા રોડ ઉપર ટેમ્પામાં લાગી અચાનક આગ, ટેમ્પો બળીને ખાખ થયો

પલસાણા4 મહિનો પહેલા
ટેમ્પામાં અચાનક આગથી અફરાતફરી સર્જાઈ હતી. - Divya Bhaskar
ટેમ્પામાં અચાનક આગથી અફરાતફરી સર્જાઈ હતી.
  • આગની ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી

સુરતથી તાતીથૈયા ખાતે ટેમ્પામાં પ્લાસ્ટિકનાં દાણા ભરવા માટે જઈ રહ્યા હતા. ત્યારે અચાનક GJ 05 BZ 9637 નંબરના ટેમ્પામાં બગુમરાથી સાંકી રોડ પર અચાનક ટેમ્પોમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી ગઈ હતી.

ટેમ્પો આગમાં બળીને ખાખ થઈ ગયો.
ટેમ્પો આગમાં બળીને ખાખ થઈ ગયો.

આગના પગલે ડ્રાઈવર બહાર નીકળી જતા બચાવ થયો
પલસાણાના સાંકી ખાતે આવેલ પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ટેમ્પો સામાન ભરવા માટે જતો હતો. દરમિયાન સાંકી બગુમરા રોડ ઉપર ટેમ્પામાં અચાનક આગ લાગી ગી હતી. આગના પગલે ડ્રાઈવર બહાર નીકળી જતા બચાવ થયો હતો. બનાવ અંગે બારડોલી ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયર ઓફિસર પી.બી.ગઢવી ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી.

ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો.
ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો.

શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન
ફાયર વિભાગ ટેમ્પોની આગ પર કાબૂ મેળવી લીધો હતો. જોકે, ટેમ્પો આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. ફાયર વિભાગ પ્રમાણે, ટેમ્પોમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે. જ્યારે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો