પલસાણાના બુટલેગરને કડોદરા પોલીસે ચલથાણ ગામની સીમમાં એક્ટિવા મોપેડ પરથી દેશી તમંચા સાથે ઝડપી પાડ્યો હતો..પલસાણા તાલુકાનાં ચલથાણ ખાતે સારથી એવન્યુમાં રહેતા અને મૂળ યુ.પીના શમશેરસિંહ વિજયસિંહ રાજપૂત (ઉ.વ.39) નાઓને કડોદરા પોલીસે કોમ્બિંગ નાઈટ દરમ્યાન ચલથાણ ખાતેથી એક એક્ટિવા GJ 19 AR 6185 સાથે ઝડપી લઈ તેમની મોપેડની ડીકીમાંથી તપાસ હાથધરતા ડિક્કી માંથી દેશી હાથ બનાવટનો તમંચો ઝડપી પાડ્યો હતો. શમશેર અગાઉ પણ તમંચા સાથે વર્ષ 2018 દરમ્યાન પોલીસના હાથે ઝડપાયો હતો.
અગાઉ તેના વિરુદ્ધ હત્યાનો પ્રયાસ તેમજ મારામારીના અનેક ગુના નોંધાય ચૂક્યા છે. આ ઉપરાંત વિદેશી દારૂના ગુનામાં પણ તેની ધરપકડ થઈ છે.પોલિસે શમસેરસિંહ પાસેથી દેશી તમંચો એક્ટિવા અને મોબાઈલ સહિત 35 હજારનો મુદ્દમાલ કબ્જે કરી વિરુદ્ધ આર્મ્સ એકટ હેઠળ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.