કડોદરા જીઆઇડીસી પોલીસે દેશી તમંચા સાથે એક શખ્સને પકડી પાડ્યો હતો. જ્યારે તમંચો આપનાર શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો. પકડાયેલા શખ્સ પાસેથી પોલીસે એક તમંચો અને મોબાઇલ ફોન સહિત કુલ 13 હજારનો સામાન કબ્જે કર્યો હતો.કડોદરા જીઆઇડીસી પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે કડોદરા પ્રિયંકા નહેર પાસે એક શખ્સ બ્લ્યુ રંગની ટીશર્ટ પહેરીને ઊભો છે. તે ઔદ્યોગિક વિસ્તારમાં દેશી તમંચો વેચવાની ફિરાકમાં છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પહોંચી બાતમી મુજબના વર્ણનવાળા શખ્સને ઝડપી પાડ્યો હતો.
પોલીસે તેની તલાશી લેતા તેની પાસેથી એક તમંચો કિમત રૂ. 7000 અને એક મોબાઇલ ફોન કિંમત રૂ 6 હજાર મળી કુલ 13 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસ પૂછપરછમાં તેણે તેનું નામ મોહિત ઉર્ફે રાજુ વિધારામ દોહરે (રહે, ભગુનગર, કડોદરા, મૂળ રહે ભિંડ, મધ્યપ્રદેશ) બતાવ્યુ હતું. આ તમંચો તેણે તેના વતનમાં રહેતા પંકજ દોહરે નામના વ્યક્તિ પાસેથી ખરીદ્યો હતો અને તે કડોદરા ઔદ્યોગિક વિસ્તારમાં ઊંચા ભાવે વેચવા માગતો હતો. પોલીસે મોહિતની ધરપકડ કરી પંકજને વોન્ટેડ જાહેર કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.