તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરતથી માંડવી આવી રહેલ એસટી બસના ચાલકે પલસાણા તાલુકાનાં અંત્રોલી ગામની સીમમાં સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા બસ ડિવાઈડર સાથે ભટકાયા બાદ વીજપોલમાં અથડાતા વીજપોલ તૂટી હતો અને ત્યારબાદ બસ કેળના ખેતરમાં ઉતરી જતાં કેળના પાકને નુકશાન પહોંચ્યું હતું. સર્જાયેલ અકસ્માતમાં બસ ચાલકને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ એસટી બસનો ચાલક ચાલક કાંતુભાઈ સોનાભાઇ ગામિત (રહે, નવાચકરા ગામ, તા-ઉમરપાડા) તથા કંડક્ટર કાંતિલાલ બનાભાઇ ચૌધરી (રહે, ઇસર ગામ, તા-માંડવી) નાઓ એસટી બસ નંબર (GJ-18-Y-1737) લઈ રુટ નંબર-07 ઉપર માંડવીથી પેસેન્જરોને બેસાડી સુરત ગયા હતા. જ્યાં સાંજના સમયે એસટી બસ લઈ પરત માંડવી આવવા નીકળ્યા હતા. તે સમયે પલસાણા તાલુકાનાં અંત્રોલી ગામની સીમમાં અંત્રોલી પાટીયા નજીકથી પસાર થઈ રહ્યા હતા તે સમયે બસના ચાલક કાંતુભાઈએ સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બસ ડિવાઈડર સાથે ભટકાયા બાદ વીજપોલ સાથે અથડાતાં વીજપોલ તૂટી ગયો હતો. ત્યારબાદ બસ રોડની બાજુમાં આવેલ કેળના ખેતરમાં ઉતરી જતાં કેળના પાકને તથા એસટી બસને નુકશાન થયું હતું. સર્જાયેલ અકસ્માતમાં બસ ચાલકને શરીરે ઇજા પહોંચતા સારવાર માટે સુરત સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.