તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતો મુશ્કેલીમાં:કડોદરા પાલિકાની ડ્રેનેજ લાઇનમાં ભંગાણ, ગંદું પાણી નહેરમાં ભળ્યું

પલસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કડોદરાના ઓએનજીસી પંપ પાસે ભંગાણ પડેલી ડ્રેનેજ લાઇનમાંથી નીકળીને સીધું ઉધના માઇનોર નહેરમાં ભળી રહેલું પાણી. - Divya Bhaskar
કડોદરાના ઓએનજીસી પંપ પાસે ભંગાણ પડેલી ડ્રેનેજ લાઇનમાંથી નીકળીને સીધું ઉધના માઇનોર નહેરમાં ભળી રહેલું પાણી.
  • ડ્રેનેજનું પાણી સીધુ ઉઘના માઇનોરમાં ભળી જતાં ખેડૂતો મુશ્કેલીમાં

કડોદરા નગરમાંથી પસાર થતી ઉધના માઈનોર કેનાલમાંથી પાલિકાએ રાતોરાત ખોદકામ કરી નહેર નીચેથી પસાર કરેલી ડ્રેનેજ લાઇનના એકાએક ભંગાણ પડતા ડ્રેનેજનું પાણી નહેરમાં વહી રહ્યું છે. સિંચાઈ વિભાગના અધિકારીઓ આ મુદ્દે પાલિકા સામે ગંભીરતા દાખવશે ખરા જેવા પ્રશ્ન ઉઠી રહ્યા છે.

કડોદરા નગરપાલિકાનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. રાતોરાત સી.એન.જી પમ્પની બાજુ માંથી પસાર થતી ઉધના માઇનોર કેનાલ નીચેથી વગર પરમિશને સરગમ કોમ્પ્લેક્ષની ડ્રેનેજ લાઇન પસાર કરી ડ્રેનેજનું પાણી કડોદરા ચાર રસ્તા તરફ વાળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે નહેરની નીચેથી પાઇપલાઇન પસાર કરતા પાણીનું વહેણની લેવલ આવતા પાણી ફરી ચલથાણ તરફ જ વહી રહ્યું છે. બીજી તરફ નહેરની નીચેથી પસાર કરાયેલી ડ્રેનેજ લાઇન તૂટી જવાના કારણે ડ્રેનેજનું પાણી સીધું નહેરમાં વહી રહ્યું છે.

ડ્રેનેજનું દુર્ગંધ યુક્ત પાણી ભળવાના કારણે ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો સામનો કરવો પડે એમ છે. સિંચાઈ વિભાગ પાલિકા સામે આગોતરા પગલાં ભરશે કે પછી, રાજકીય દબાણમાં આવીને ભીનું સંકેલે, એ જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...