તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાઇડલાઇનની ઐસીતૈસી:કડોદરામાં બુટલેગરે બર્થડેમાં ટોળું એકઠું કર્યું, તો અન્ય એક પાર્ટીમાં GRD અને હોમગાર્ડની હાજરીથી વિવાદ

પલસાણા12 દિવસ પહેલા
  • કૉપી લિંક

ત્રણ દિવસ પહેલા જ કડોદરા જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈને વિજલિન્સ દ્વારા દારૂની રેડના પ્રકરણમાં સસ્પેન્ડ થયા બાદ ત્રીજી મેના રોજ કડોદરા પોલિસ મથક વિસ્તારમાં આવતા ખુમાનસિંહની વાડીમાં રહેતો અને લિસ્ટેડ બુટલેગર તરીકેની છાપ ધરાવતો વિરલ પટેલના જન્મ દિવસનો બર્થડે ની ઉજવણી કરતો વીડિયો વાઇરલ થતા પોલીસ દોડતી થઈ છે.

વીડિયોમાં 50 જેટલા માણસોનું ટોળું વળી ડીજેના તાલે 5 જેટલી કેકો કાપતો નજરે ચડ્યો હતો. આ ઉપરાંત અન્ય એક ઘટનામાં વરેલી ખાતે રહેતા રાજુ ભરાવડની બર્થડેનો પણ વાઇરલ થયો હતો જેમાં કડોદરા જીઆઈડીસી પોલીસ મથકના ફરજ બે ત્રણ હોમગાર્ડ તેમજ જીઆરડી હાજર હોવાનું વીડિયોમાં દેખાઈ આવતા વિવાદ સર્જાયો હતો.બંને ઘટનામાં કોવીડ ગાઇડલાઇના લીરેલીરા ઉડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...