વિડીયો વાઇરલ:બુટલેગરે ડી.જે.ના તાલે લોકોને નચાવી ગાઈડલાઈનના ધજાગરા ઉડાવ્યા

પલસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચલથાણમાં પોલીસ દોડતી થઇ 5થી 6 વ્યક્તિને ઉંચકી લાવી

પલસાણા પંથકમાં બુટલેગરો અને અસામાજિક તત્વો દ્વારા પ્રતિબંધ હોવા છતાં બર્થડે પાર્ટીની ઉજવણી તેમજ લગ્નમાં નાચવાની ઘટના ઉપર બ્રેક લાગતી નથી. ચલથાણના બુટલેગર તુંડી ગામે લગ્નમાં નાચતો હોય તેવો વિડીયો વાઇરલ થતાં અંતે પોલીસ દોડતી થઈ હતી. અને 5 થી 6 વ્યક્તિને ઊંચકી લાવી હતી.

ચલથાણના બુટલેગર ભરત તુકારામ તુંડી ખાતે આવેલી શિવાલય સોસાયટીમાં લગ્નમાં ડી.જે.ની તાલ પર નાચતો હોવાનો વિડીયો વાઇરલ થતાં જ પલસાણા પોલીસ તુંડી જઇ તપાસ કરતાં ભીકારી ભીમસિંગના પુત્ર પૃથ્વીના લગ્નમાં રાત્રિ સમયે ડી.જે.તાલ પર સોશ્યલ ડિસ્ટન્સિંગનો ભંગ કરી નાચતા હોય જે અંગે પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ ભરત તુકારામ, દિપક વિરાજ, ગોપાલ વિજય, ભીકારી ભીમસિંગ અને કિરણ દામોદરને ઊંચકી લાવી છે.

અન્ય સમાચારો પણ છે...