અકસ્માત:પલસાણાના બ્રિજ પર ટ્રેલર અડફેટે બાઇકચાલકનું મોત

પલસાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૃતક યુવક હાઇવે પર પંક્ચરની દુકાન ચલાવતો હતો

પલસાણા તાલુકા બલેશ્વર ગામે રહેતા એક ઇમસ ગત રાત્રીએ પલસાણાથી બારડોલી હાઇવે પર પોલીસ મથકની સામે બ્રિજ ઉપરથી બાઇક લઇ પસાર થતી વખતે પાછળથી આવી રહેલ ટ્રેઇલરે બાઇકને અડફેટમાં લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

ઘટના અંગે સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ બલેશ્વર ગામે મોરા ભાગળ ફળીયામાં રહેતા સુનિલ કમલાસનન જેઓ બલેશ્વર ખાતેના ને.હા 48 પર આવેલ રિલીફ હોટલની કમ્પાઉન્ડમાં પંચરની દુકાન ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે બુધવારે રોજ મોડી રાત્રીએ સુનિલકુમાર તેમની મોટર સાઇકલ GJ 21 BK 7752 લઇ પલસાણા થી બારડોલી તરફ જતા હતા જે અરસામાં પલસાણાથી બારડોલી જતા હાઇવે પર પોલીસ મથકની સામે બ્રીજ પરથી પસાર થતા હતા . ત્યારે એક ટ્રેલર નંબર RJ 06 GB 8651ના ચાલક પોતાનુ ટ્રેલર પુર ઝડપે ગફલત ભરી રીતે હંકારી લાવી મોટરસાઈકને અટફેટમાં લેતા ચાલક સુનીલકુમારને શરીરે ગંભીર ઇજાઓ પહોચતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યુ હતું. બનાવ અંગે મૃતકના નાનાભાઈ સંતોષકુમારે પલસાણા પોલીસ મથકમાં ટ્રેલરના ચાલક વિરુદ્ધ ફરિયાદ આપી હતી. પોલિસે ફરિયાદ આધારે તપાસ હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...